અંતરિક્ષમાંથી પાછા ફર્યા બાદ સુનીતાએ પહેલીવાર કરી વાતચીતઃ ભારત માટે કહ્યું કે…

વોશિંગ્ટન: ભારતીય મૂળનાં અને અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે અંતરીક્ષ માંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુનિતા વિલિયમ્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત નાસાની અવકાશયાત્રીઓની સલામતી પર બંનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પિતા યાદ આવ્યા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ફરીથી સ્ટારલાઇનરમાં યાત્રા કરશે, ત્યારે બુચ વિલ્મોરે કહ્યું, “હા, કારણ કે અમે તેમાં સુધાર કરીશું, તેને ઠીક કરીશું અને તેને કાર્યરત કરીશું. બોઇંગ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. નાસા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.” વિલિયમ્સને પૂછવામાં આવ્યું કે પૃથ્વી પર પાછા ફર્યા પછી તેણે સૌથી પહેલા શું કર્યું? જવાબમાં તેમણે કહ્યું કે તેના પતિ અને કૂતરાને ગળે લગાડ્યા હતા. ઘરે પાછા આવ્યા પછી મેં ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. તેમણે કહ્યું કે તેમના પિતાની યાદ આવી.
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો…
અંતરીક્ષ માંથી કેવું દેખાય છે ભારત?
ટેક્સાસ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સુનિતા વિલિયમ્સે કહ્યું કે પૃથ્વી પર પાછા આવ્યા પછી તે સારું અનુભવી રહી છે. તે હાલમાં Rehab (પુનર્વસન) માંથી પસાર થઈ રહી છે અને નવા પડકારો માટે તૈયાર થઈ રહી છે. તેમણે કહ્યું કે તે અવકાશમાંથી હિમાલય અને ભારતના અન્ય ભાગોના રંગો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. દિવસ અને રાત બંને સમયે ભારત જોવાનો અનુભવ અદ્ભુત હતો.
આ પણ વાંચો: શું ટ્રમ્પ અને પુતીનના વાંકે ભારતે દંડાવુ પડશે? આ કારણોસર પેટ્રોલના ભાવ વધવાની શક્યતા…
જરુર ભારત આવીશ
સુનિતા વિલિયમ્સે તેમની ભારતની સંભવિત મુલાકાત વિશે પણ ખૂલીને વાત કરી હતી. મીડિયાના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તે જરુર તેના પિતાના દેશ ભારત આવશે. તેમણે એક્સિઓમ મિશનમાં ભારતની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી.