અમેરિકનોના આક્રોશને ઠંડો કરવા ટ્રમ્પની વિદ્યાર્થીઓની લોન માફ કરવા જાહેરાત, કોને મળશે ફાયદો ?

વોશિંગ્ટન ડી સી: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ એક મોટો નિર્ણય લીધો છે, જેને કારને લાખો વિદ્યાર્થીઓને રાહત મળશે. ફેડરલ લોન માફી યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓની લોન માફ કરવામાં આવશે.
અહેવાલ મુજબ અમેરિકન ફેડરેશન ઓફ ટીચર્સ (AFT) અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન વચ્ચે કોર્ટમાં સમાધાન થયું છે, જેને કારણે ઇન્કમ-ડ્રીવન પેમેન્ટ (IDR) પ્રોગ્રામ્સ માટે સ્ટુડન્ટ-લોન માફી પ્રોસેસ ફરી શરુ થશે. ઇન્કમ- બેઝ્ડ પેમેન્ટ (IBR), પે એઝ યુ અર્ન (PAYE) અને ઇન્કમ-કોન્ટીન્જેન્ટ પેમેન્ટ (ICR) જેવી IDR યોજનાઓ હેઠળ નોંધાયેલા લોનધારકોની લોન માફી માટેની અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવશે.
અહેવાલ મુજબ ટ્રમ્પ વહીવટીતંત્ર સંમત થયું છે કે જેમની લોન 2025 માં રદ કરવામાં આવી છે, તેમને માફ કરાયેલી રકમ પર ફેડરલ ટેક્સ નહીં ચૂકવવો પડે. કરાર મુજબ કેટલી અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે તેનો રિપોર્ટ દરમ હિને કોર્ટને આપવાનો રહેશે.
2025 ની શરૂઆતમાં, વહીવટીતંત્રે કેટલીક IDR યોજ હેઠળ રજીસ્ટ્રેશન અને લોન માફી પ્રક્રિયા બંધ કરી હતી, જેની સામે AFT એ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્ર પર દબાણ:
ટ્રમ્પ વહીવટીતંત્રના આ નિર્ણયને કારણે IDR યોજનાઓ હેઠળ પેમેન્ટ અથવા સર્વિસ સેવા-રીક્વાયારમેન્ટ પૂરી કરવા છતાં, લોનમાફીની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતાં એવા લોનધારકો માટે રાહત મળશે. યુએસ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ લાંબા સમય સુધી વિલંબ કરવાને બદલે અરજીઓ પર પ્રોસેસ ઝડપથી કરવા કાયદાકીય અને રાજકીય બંને દબાણ હેઠળ છે.
અહેવાલ મુજબ યુએસમાં ટ્રમ્પ વિરુદ્ધ ફાટી નીકળેલા રોષને ઠારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે શનિવારે યુએસમાં 2000થી વધુ સ્થળોએ ‘નો કિંગ્સ’ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખો લોકોએ ટ્રમ્પ સામે વિરોધ નોંધાવ્યો હતો.
અહેવાલ મુજબ, લોન માફીમાં 2026 કે તેથી વધુ વિલંબ થશે, તો માફ કરાયેલી રકમ કરપાત્ર આવક ગણવામાં આવશે.
આ પણ વાંચો…‘….તો ઉંચો ટેરિફ ચૂકવતા રહો!’ ટ્રમ્પે ભારતને ફરી ધમકી આપી, PM મોદી સાથે વાત કર્યાનો દાવો