ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકાના આ રાજ્યમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકોમાં ગભરાટ

લોસ એન્જલસ: સોમવારે સવારે (સ્થાનિક સમય મુજબ) યુએસના કેલિફોર્નિયામાં ભૂકંપ (California Earthquake) આવ્યો હતો. રાજ્યના સાન ડિએગોમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લોસ એન્જલસ સહિત દક્ષિણ કેલિફોર્નિયાના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજીકલ સર્વે(USGS) આ અંગે માહિતી આપી હતી.
USGSએ આપેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર જુલિયનથી 2.5 માઇલ (ચાર કિલોમીટર) દક્ષિણમાં સાન ડિએગો કાઉન્ટી (San Diago)માં હતું. ભૂકંપને કારણે ઘરમાં રાખેલી વસ્તુઓ અને કબાટ ધ્રુજવા લાગ્ય હતાં. જોકે, અધિકારીઓએ કોઈ ઈજા કે મોટા નુકસાન અંગે જાણકારી આપી નથી.

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમના કાર્યાલયે પુષ્ટિ આપી છે કે તેમને આ ઘટના અંગે માહિતી આપવામાં આવી છે. ગવર્નર કાર્યાલયે X પર જણાવ્યું હતું કે તેઓ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અધિકારીઓના સંપર્કમાં છે.

સાન ડિએગો કાઉન્ટીમાં કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શનના કેપ્ટન થોમસ શૂટ્સે જણાવ્યું હતું કે, જ્યારે જમીન ધ્રુજવા લાગી ત્યારે સાવચેતી તરીકે શાળાના બાળકોને ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સાજે સવારે મ્યાનમારની ધરતી ફરી ધ્રુજી, આ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

હજુ પણ ભૂકંપ આવી શકે છે:

દરમિયાન, યુરોપિયન-મેડિટેરેનિયમ સિસ્મોલોજી સેન્ટર(EMSC) એ ભૂકંપની પુષ્ટિ કરી અને લોકોને આફ્ટરશોક્સ અંગે એલર્ટ કર્યા. EMSCએ X પર લખ્યું, “આગામી કલાકો/દિવસોમાં ભૂકંપ પછીના આફ્ટરશોક્સ આવી શકે છે. જ્યાં સુધી જરૂરી ન હોય, તમારી સલામતી માટે ક્ષતિગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો સાવચેત રહો અને અધિકારીઓની માહિતીનું પાલન કરો.”

દરમિયાન, અર્થ પ્રેડીકશનએ કેલિફોર્નિયામાં ભૂકંપ અંગે ’48 કલાકની ચેતવણી’ જાહેર કરી છે. સંસ્થાએ X પર લખ્યું “બધા આગાહી મોડેલો સંમત થાય છે: દક્ષિણ કેલિફોર્નિયામાં તીવ્ર ભૂકંપ આવવાની ખાતરી છે, મોટે ભાગે માલિબુથી 100 માઇલની અંદર. 14-16 એપ્રિલ (મોટા ભાગે 15 એપ્રિલના રોજ) મિત્રો અને પરિવારને ચેતવણી આપો.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button