યુકેમાં ક્લાઉડિયા વાવાઝોડાનો કહેર: મોનમાઉથમાં 20-30 વર્ષનું સૌથી ભયાનક પૂર, જન જીવન અસ્ત વ્યસ્થ

યુકેમાં ક્લાઉડિયા વાવાઝોડાના કારણે મોનમાઉથમાં વ્યાપક પૂર આવ્યું છે. આ વાવાઝોડું ભારે વરસાદ અને પૂરનું કારણ બન્યું છે, જેના કારણે કટોકટી સેવાઓએ રાહત અને બચાવ કાર્યો શરૂ કર્યા છે.
આ ઘટના શનિવારે વહેલી સવારે બની હતી. તેની અસર વેલ્સ અને ઇંગ્લેન્ડમાં વર્તાઈ છે, જ્યાં હાલ પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી અઠવાડિયે કોલ્ડ વેવ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.
સાઉથ વેલ્સ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ અનુસાર, શનિવારે વહેલી સવારે 1:30 વાગ્યે મોનમાઉથમાં વાદળ ફટવાની સૌથી મોટી ઘટના બની હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જે બદા બચાવ કાર્ય અને જન કલ્યાણ તપાસ જેવા કાર્યો શરૂ કરવામાં આવ્યું.
આપણ વાચો: મોડી રાત્રે રાજ્યભરમાં કમોસમી વરસાદે ધડબડાટી બોલાવી, મિની વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી
હવામાન વિભાગે શનિવારે બપોર સુધી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં ઇંગ્લેન્ડમાં 60 અને વેલ્સમાં 9 પૂરની ચેતવણીઓ છે. મોનનો રિવરનો કિનારો તૂટી જવાથી શહેરમાં જળ મગ્ન બન્યું હતું. જેના કારણે કેટલાક રહેવાસીઓને સ્થાનિક પુસ્તકાલયમાં ખસેડવામાં આવ્યા છે અને જીવનને જોખમની ચેતવણી જારી કરવામાં આવી છે.
સ્થાનિક કાઉન્સિલર માર્ટિન ન્યુએલે કહ્યું કે છેલ્લા 20-30 વર્ષમાં મોનમાઉથમાં આટલું ખરાબ પૂર જોયું નથી અને તેઓ પીડિતો માટે ખૂબ જ દુઃખી છે. મોનમાઉથશાયર કાઉન્સિલે વાહનચાલકોને વિસ્તારમાં મુસાફરી ન કરવાની અપીલ કરી છે. મેટ ઓફિસના ચીફ વાતાવરણ વિજ્ઞાની મેથ્યુ લેહનેર્ટે કહ્યું કે કેટલાક વિસ્તારોમાં શુક્રવાર અને શનિવાર વચ્ચે એક મહિનાના વરસાદ જેટલા પાણીનો ફ્લો આવી શકે છે.
બેવડલી અને વેસ્ટ મિડલેન્ડ્સમાં પૂર સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, જ્યારે શ્રેવ્સબરીમાં શનિવારે આવું જ કરવામાં આવશે. બ્રિટિશ રેડ ક્રોસે તેની કટોકટી ટીમોને જોખમી વિસ્તારોમાં મદદ માટે તૈયાર રાખી છે.
આપણ વાચો: ગુજરાત પર તોળાઈ રહ્યો છે વાવાઝોડાના ખતરો, આજે આ વિસ્તારોમાં છે વરસાદનું યલો એલર્ટ
વીકએન્ડ પછી કોલ્ડ વેવ અને કેટલાક વિસ્તારોમાં સ્નો ફોલની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેના માટે યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ સોમવારથી શુક્રવાર સુધી ઉત્તર ઇંગ્લેન્ડ અને મિડલેન્ડ્સમાં ઠંડીની ચેતવણી જારી કરી છે. શુક્રવારના વરસાદે પરિવહનમાં અવરોધ આવ્યો છે, જેમાં નેશનલ રેલે વીકએન્ડમાં વિલંબ અને રદ્દીકરણની ચેતવણી આપી છે.
આ ઘટનાને પગલે અનેક રેલ સેવાઓ જેમ કે અવાન્તી વેસ્ટ કોસ્ટ, ટ્રાન્સપોર્ટ ફોર વેલ્સ, લંડન નોર્થવેસ્ટર્ન રેલવે, વેસ્ટ મિડલેન્ડ્સ રેલવે, નોર્ધર્ન, ક્રોસકન્ટ્રી અને ગ્રેટ વેસ્ટર્ન રેલવેમાં અવરોધ છે, જેમાં કેટલીક લાઇનો બંધ છે. ઉલ્લેખનીય છે આ વિસ્તારોમાં અમુક બસ સેવાઓ હાલ સુધી યથાવત્ છે. જો કે તંત્રએ આ જોખમી વાતાવરણમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
આ કુદરતી આફત બાદ કેટલીક ઇવેન્ટ્સ જેમ કે મેકલેસફિલ્ડમાં ક્રિસમસ ઇવેન્ટ અને ચેલ્ટનહામમાં રેસિંગ કાર્યક્રમ પર અસર પડી છે. સ્ટોર્મ ક્લાઉડિયા સ્પેન અને પોર્ટુગલથી આવ્યું છે અને એન્વાયર્નમેન્ટ એજન્સી અનુસાર, ઇંગ્લેન્ડમાં આગામી વર્ષે સુકા વાતાવરણની ચેતવણી છે, કારણ કે આ વર્ષે સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે અને ગરમીના રેકોર્ડ તૂટ્યા છે.



