ઇન્ટરનેશનલ

બોલો, બેટરી પર ધડકે છે આ મહિલાનું હૃદય…

આપણે અત્યાર સુધી ઘણી વખત ફિલ્મોમાં એવા દ્રશ્યો જોયા હશે કે અચાનક જ દર્દીનું હૃદય ધબકવાનું બંધ થઈ જાય છે અને પરિવારના સભ્યો આક્રંદ કરે છે. ડોક્ટરો પણ સોરી કહીને દિલાસો આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ જો તમને કોઈ કહે કે કોઈ દર્દીનો પલ્સ રેટ એટલે કે હૃદય ધબકતું જ નથી અને તેમ છતાં એ દર્દી જીવંત છે, તો તમને એ વાત માનવામાં આવે ખરી.

સ્વાભાવિક જ છે કે તમે કહેશો કે આવું કઈ રીતે શક્ય છે? આવું બની જ ના શકે. પરંતુ અશક્ય લાગતી એવી આ બાબત હકીકત છે અને આજે અમે અહીં તમને એક આવી જ મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છે. આ મહિલાના પલ્સ રેટ કો નથી ચાલી રહ્યા પરંતુ તેમ છતાં આ મહિલા જીવંત છે. આવું બન્યું છે મહિલાને થયેલી ગંભીર અને દુર્લભ બીમારીને કારણે.

દુર્લભ બીમારીથી મહિલાનું નામ સોફિયા હાર્ટ છે. 30 વર્ષીય સોફિયા અમેરિકાના મેસેચ્યુસેટ્સની રહેવાસી છે. સ્થાનિક અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર સોફિયા ‘ઈરવર્સિબલ ડાઈલેટેડ કાર્ડિયોમાયોપેથી’ નામની એક દુર્લભ આનુવંશિક હાર્ટ સંબંધિત બીમારીથી પીડિત છે. આ બીમારીને કારણે જ તેના પલ્સ રેટ ચાલતા નથી. હવે આટલું વાંચીને તમને થશે કે આવું કઈ રીતે શક્ય છે? હૃદય ધબકતું જ ના હોય તો માણસ કઈ રીતે જીવીત રહી શકે પરંતુ આ સવાલનો જવાબ છે સોફિયા. સોફિયાને બેટરીની મદદથી જીવંત રાખવામાં આવી છે.

રિપોર્ટ્સ અનુસાર, સોફિયાને એક મશીનની મદદથી જીવતી રાખવામાં આવી છે, જેને લેફ્ટ વેન્ટ્રિક્યુલર આસિસ્ટ ડિવાઇસ એટલે કે LVAD તરીકે ઓળખવામાં આવે છે. આ મશીનની મદદથી જ સોફિયાનું હૃદય સામાન્ય લોકોની જેમ ધબકે છે. પોતાની આ દુર્લભ બીમારી વિશે સોફિયા જણાવે છે કે મને પણ મારી આ વિચિત્ર બીમારી વિશે ગયા વર્ષે જ ખબર પડી જ્યારે તે ઘોડાના ખેતરમાં કામ કરી રહી હતી અને હું ખૂબ જ જલદી થાકી જતી હતી. મારી જોડિયા બહેન ઓલિવિયાને પણ આ જ બીમારી હતી, પરંતુ તેણે 2016માં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. હવે સોફિયા પણ પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ડોનરની રાહ જોઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત