ઇઝરાયલી સેનાનો ગાઝા પર ભીષણ હુમલોઃ પત્રકાર સહિત 15 લોકોના મોત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ઇઝરાયલી સેનાનો ગાઝા પર ભીષણ હુમલોઃ પત્રકાર સહિત 15 લોકોના મોત

ગાઝાઃ ગાઝા પર ઇઝરાયલના સતત હવાઇ હુમલામાં ફરી હાહાકાર મચ્યો છે. આ હુમલા અંગે સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ ગાઝાના એક હોસ્પિટલ પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જેમાં 3 પત્રકાર પણ શામેલ છે.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઇઝરાયલની સેના દ્વારા ગાઝા પટ્ટીમાં સતત હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે ગાઝામાં જનજીવન જોખમી બન્યું છે.

આપણ વાંચો: ઇઝરાયલની એર સ્ટ્રાઈકથી ગાઝામાં 5 પત્રકારોના મોત, ઇઝરાયલ પર લાગ્યા ગંભીર આરોપ

ઇઝરાયલના પીએમ બેન્જામિને આ હુમલા અંગે શું કહ્યું?

આ હુમલા એવા સમયે થયા છે જ્યારે તાજેતરમાં ઇઝરાયલની સુરક્ષા કેબિનેટે ગાઝા શહેર પર કબજો કરવાની યોજનાને મંજૂર આપી દીધી છે. આ પછી ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ઇઝરાયલ ગાઝા પર ફરી નિયંત્રણ મેળવશે અને તેને હમાસ વિરોધી અરબ દળોને સોંપવાની યોજના પર કાર્યરત છે.

જેના કારણે ઇઝરાયલ દ્વારા સતત ગાઝા પર મિસાઈલ એટેક કરવામાં આવી રહ્યાં છે. ઇઝરાયેલ કોઈ પણ ભાગે ગાઝાને ખતમ કરવા માટે તૈયારી કરી રહ્યું છે.

આપણ વાંચો: ઇઝરાયલની આક્રમણની તૈયારીઃ ગાઝા સરહદ પર સૈનિકો સાથે સાધનો તૈનાત કર્યા…

અગાઉ યમનની રાજધાની પર પણ કર્યો હતો હુમલો

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલએ ગાઝા પહેલા યમનની રાજધાની સાનામાં પણ હવાઇ હુમલોઓ કર્યાં હતા. વીજળી ઘરો અને ગેસ સ્ટેશનો સહિત અને ક જગ્યાઓને નિશાન બનાવવામાં આવ્યા હતાં.

ગાઝાના સ્થિતિ અત્યારે ભૂખમરા જેવી થઈ ગઈ છે. તેમ છતાં ઇઝરાયલ સતત હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયલ એક એવો દેશ છે તેની પાસે અપાર શક્તિ છે, અને પોતાની સાથે ભૂતકાળમાં થયેલા હુમલાઓનો બદલો લેવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો: ઇઝરાયલે ગાઝાના એક માત્ર કેથલિક ચર્ચ પર હુમલો કર્યો; ત્રણના મોત; નેતન્યાહૂએ માફી માંગી

ગાઝા અને ઇઝરાયલ વચ્ચે શા માટે યુદ્ધ થઈ રહ્યું છે?

આ યુદ્ધની વાત કરવામાં આવે તો, 7 ઑક્ટોબર 2023માં હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલમાં ઘૂસી નાગરિકોને નરસંહાર કર્યો હતો. તે હુમલામાં લગભગ 1200 લોકોની હત્યાઓ કરવામાં આવી હતી. આ સાથે સાથે હમાસના આતંકીઓએ 250થી વધુ લોકોને બંધક બનાવાયા હતા. ત્યારથી ઇઝરાયલ પોતાની સંપૂર્ણ સૈન્ય શક્તિ સાથે જવાબી હુમલા કરી રહ્યું છે. સતત થયેલા હુમલાઓને કારણે ગાઝા ખંડેરમાં ફેરવાઈ ગયો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button