અમેરિકાના વ્હાઇટ હાઉસ નજીક શંકાસ્પદ અફઘાન નાગરિકે કર્યો ગોળીબાર, બે નેશનલ ગાર્ડનું મોત

વોશિંગ્ટન: અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઇટ હાઉસથી માત્ર થોડા બ્લોક દૂર વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે સભ્યો પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં બે ગાર્ડ સભ્યો સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ ઘટના 26 નવેમ્બરના બુધવારના રોજ બપોર પછી બની હતી, જેના પગલે વ્હાઇટ હાઉસ અને નજીકની ફેડરલ ઇમારતોમાં તાત્કાલિક લોકડાઉન લગાવવાની ફરજ પડી હતી.
It is with great sorrow that we can confirm both members of the West Virginia National Guard who were shot earlier today in Washington, DC have passed away from their injuries. These brave West Virginians lost their lives in the service of their country. We are in ongoing contact…
— Governor Patrick Morrisey (@wvgovernor) November 26, 2025
પોલીસ સૂત્રો જણાવ્યા પ્રમાણે, નેશનલ ગાર્ડના જવાનો ‘હાઈ-વિઝિબિલિટી પેટ્રોલ’ પર હતા, ત્યારે હુમલાખોર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં, સૈનિકોએ હુમલાખોર પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ અન્ય ગાર્ડ સભ્યોએ તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ વ્યક્તિને ઘેરી લીધો અને તેની ધરપકડ કરી. શંકાસ્પદ વ્યક્તિને પણ ગોળી વાગી હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે સારવાર દરમિયાન બંને ગાર્ડનું મોત થયાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. એફબીઆઈ (FBI) અને સ્થાનિક પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને હુમલા પાછળના હેતુની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
એફબીઆઈ (FBI)ના ડિરેક્ટર કાશ પટેલે પુષ્ટિ કરી કે ગોળીબારમાં ઘાયલ બંને નેશનલ ગાર્ડના સભ્યોની હાલત નાજુક છે અને આ ઘટનાની તપાસ ફેડરલ સ્તરે ‘ફેડરલ કાયદા અમલીકરણ અધિકારી પર હુમલો’ તરીકે કરવામાં આવશે. વોશિંગ્ટનના મેયર મુરિયલ બોસરે આ હુમલાને ટાર્ગેટ અટેક ગણાવ્યો છે. કાયદા અમલીકરણ અધિકારીઓના સૂત્રો મુજબ, શંકાસ્પદ હુમલાખોરની ઓળખ 29 વર્ષીય રહમાનુલ્લાહ લાકનવાલ તરીકે થઈ છે, જે એક અફઘાન નાગરિક છે અને 2021માં અમેરિકામાં આવ્યો હતો. જોકે, હુમલાનો સ્પષ્ટ હેતુ હજી અસ્પષ્ટ છે, પરંતુ એફબીઆઈ (FBI) આ ઘટનાને સંભવિત આતંકવાદના કૃત્ય તરીકે પણ જોઈ રહી છે.
આ ગોળીબારની ઘટના બાદ તાત્કાલિક પગલાં લેતા, ટ્રમ્પ વહીવટીતંત્રે વોશિંગ્ટનમાં વધુ 500 નેશનલ ગાર્ડ સભ્યોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને વધારાના સૈનિકો મોકલવાનુ સુચન આપ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ હુમલાની નિંદા કરતા હુમલાખોરને ‘જાનવર’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેને આકરી સજા આપવામાં આવશે.
આપણ વાંચો: હોંગકોંગમાં હાહાકાર; 7 ઇમારતમાં લાગી ભીષણ આગ, 13 લોકોનાં મોત



