ભારતની ગેંગનો USમાં આતંક: બિશ્નોઈના ખાસ હરિયા પર ગોળીબાર, ગોદરાએ લીધી જવાબદારી! | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ભારતની ગેંગનો USમાં આતંક: બિશ્નોઈના ખાસ હરિયા પર ગોળીબાર, ગોદરાએ લીધી જવાબદારી!

લોસ એન્જલસ: ભારતનાં ગેંગસ્ટરોની લડાઈ વિદેશ સુધી પહોંચી છે. યુનાઇટેડ સ્ટેટ્સના કેલિફોર્નિયામાં લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી હરિ બોક્સર પર ગોળીબારની ઘટના બની છે, ગેંગસ્ટર રોહિત ગોદરાએ આ હુમલાની જવાબદારી લીધી હતી. આ ગોળીબારમાં બોક્સર બચી ગયો હતો, તે ઘટનાસ્થળેથી નાસી ગયો હતો.

રોહિત ગોદરાએ ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું કે તેણે અને ગોલ્ડી બ્રારે મળીને હરિ બોક્સર પર ગોળીબારનો પ્લાન બનાવ્યો હતો. તેણે દાવો કર્યો કે ગોળીબારમાં બોક્સરના એક સાથીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ગોદરાએ જવાબદારી સ્વીકારી:

એક ફેસબુક પોસ્ટમાં રોહિત ગોદારાએ લખ્યું,” જય શ્રીરામ, આજે યુએસએના કેલિફોર્નિયામાં હાઇવે 41 પર એક્ઝિટ 127 નજીક હરિ બોક્સર ઉર્ફે હરિયા પર થયેલા ગોળીબારનો પ્લાન મેં (રોહિત ગોદરા) મારા ભાઈ ગોલ્ડી બ્રારે મળીને બનાવ્યો હતો. જેમાં તેના એક સાથીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું! બીજા એકને ગોળી વાગી હતી અને તે હોસ્પિટલમાં દાખલ છે! અને!”

લોરેન્સ બિશ્નોઈને ધમકી:

તેમને વધુમાં લખ્યું કે કાયર હરિ બોક્સર કારની સીટ નીચે છુપાઈ ગયો હતો, તે તેના સાથીઓમેં ઘાયલ હાલતમાં છોડીને નાસી છૂટ્યો. તે દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાઈ જાય અમે તેને નહીં છોડીએ. લોરેન્સ બિશ્નોઈને બાપ માનીને અમને અપશબ્દો બોલી રહ્યો હતો ને એની કોઈ ઔકાત નથી. કોઈને માફ કરવામાં નહીં આવે, ચોર ગેંગના ખતમ કરી દેશું.

નોંધનીય છે કે રોહિત ગોદારા અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ભાગ હતો. જોકે, થોડા મહિના પહેલા તેણે ગેંગને છોડી દીધી હતી. લોરેન્સ બિશ્નોઈના હરીફ ગોલ્ડી બ્રાર સાથે મળીને પોતાની ગેંગ ચલાવી રહ્યા છે. રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી અને કેટલાક રાજ્ય પોલીસ યુનિટ દ્વારા વોન્ટેડ છે.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી બંને ગેંગ વચ્ચેની દુશ્મનાવટ વધી રહી છે. ગયા મહિને, ગોદારાએ બિશ્નોઈ પર દેશદ્રોહી હોવાનો આરોપ લગાવ્યો હતો, અને દાવો કર્યો હતો કે તેણે એક અમેરિકન એજન્સી સાથે સાંઠગાંઠ કરી હતી અને સંવેદનશીલ માહિતી જાહેર કરી હતી.

આપણ વાંચો:  ટ્રમ્પે યુક્રેનને હથિયારો આપવા ઇનકાર કર્યો, ઝેલેન્સકીને ગાળો બોલી! જાણો બેઠકમાં શું શું થયું

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button