જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર ગોળીબાર, 27 ફ્લાઈટ પ્રભાવિત
જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર શનિવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે 8 વાગ્યે એક કાર સવારે ફાયરિંગ કરતા અફરાતફરી મચી ગઈ હતી. એક કાર સવાર બેરિયર તોડીને એરપોર્ટ ગ્રાઉન્ડમાં પ્રવેશ્યો અને હથિયારથી હવામાં બે વાર ફાયરિંગ કર્યું હતું. આ પછી એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે કોઈને ઈજા થઈ નથી. એરપોર્ટ ઓથોરીટીએ જાહેરાત કરી હતી કે તે હાલ માટે ટેકઓફ અને લેન્ડિંગ માટે બંધ કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગોળીઓ ચલાવ્યા બાદ શખ્સે કારમાંથી બે સળગતી બોટલો ફેંકી દીધી હતી. હુમલા બાદ આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરની કારમાં એક બાળક પણ હાજર હતું. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે તેઓ એક ઓપરેશન ચલાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, એરપોર્ટ બંધ થયા પછી લગભગ 27 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. ફ્લાઇટ્સ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
જર્મન ફેડરલ પોલીસે જણાવ્યું હતું કે 35 વર્ષીય હુમલાખોરની પત્નીએ ફોન કરીને જાણ કરી હતી કે તેના પતિએ તેના 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી હતી, ત્યાર બાદ જાણવા મળ્યું કે એરપોર્ટની અંદર હુમલો કરનાર વ્યક્તિ તે જ હતો.
Very nice news update manoj desai producer of kudha gawah & executive director of g7 multiplex & Martha mandir cinema hall