ઇન્ટરનેશનલ

અમેરિકામાં વાવાઝોડાથી સાત લોકોના મોત, ભારે વરસાદ અને પૂરની આગાહી

નવી દિલ્હી : અમેરિકાના દક્ષિણ અને મધ્યપશ્ચિમ પ્રદેશોના મોટા વિસ્તારોમાં એક ભયંકર વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. જેમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. હવામાન વિભાગે અરકાનસાસ, ઇલિનોઇસ, ઇન્ડિયાના, મિઝોરી અને મિસિસિપીના કેટલાક ભાગોમાં વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. તેમજ આગામી ચાર દિવસ માટે બરફના તોફાન અને પૂરની ચેતવણી જાહેર કરી છે. તેમજ
હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.

15 લાખ લોકો વાવાઝોડાની ઝપેટમાં આવી શકે છે

ઓક્લાહોમાથી ઇન્ડિયાના સુધી વિનાશક વાવાઝોડુ જોવા મળ્યું છે. ટેનેસીના ગવર્નર બિલ લીએ જણાવ્યું હતું કે સ્થિતિ ભયાનક છે અને લોકો મુશ્કેલીમાં છે. ઓહિયોથી મિસિસિપી સુધીના લગભગ 15 લાખ લોકો વાવાઝોડાની ઝપેટમાં આવી શકે છે.જેમાં નેશવિલ, ટેનેસી અને ટુપેલોના લોકો પણ સામેલ છે.

બચાવ ટીમો સમગ્ર વિસ્તારમાં સતર્ક

રાષ્ટ્રીય હવામાન સેવાએ કહ્યું છે કે ખરાબ હવામાનને કારણે ઘણા રાજ્યોમાં અચાનક પૂરનો ભય છે. શનિવાર સુધી મધ્ય અમેરિકામાં સતત ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસમાં એક ફૂટ થી વધુ વરસાદ પડી શકે છે. આટલા વરસાદ બાદ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ ટીમો સમગ્ર વિસ્તારમાં સતર્ક કરવામાં આવી છે.

આ પણ વાંચો :પાકિસ્તાનમા અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4. 3ની તીવ્રતા

અખાતી દેશોમાંથી ફુંકાતા ગરમ અને ભેજવાળા પવન જવાબદાર

હવામાન નિષ્ણાતો અસ્થિર વાતાવરણ અને તીવ્ર પવન માટે અખાતી દેશના મધ્ય ભાગોમાં ફૂંકાતા ભેજ અને ગરમ પવનોને જવાબદાર માને છે. આગામી દિવસોમાં દક્ષિણ અને મધ્યપશ્ચિમમાં ગંભીર પૂરનું જોખમ પણ છે. કારણ કે પૂર્વ તરફ આગળ વધતું એક શક્તિશાળી વાવાઝોડું વધુ ખતરનાક બની રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button