અમેરિકામાં ગુમ ભારતીય મૂળના 4 સિનિયર સિટિઝન મૃત હાલતમાં મળ્યા: કાર અકસ્માત બન્યો મોતનું કારણ | મુંબઈ સમાચાર

અમેરિકામાં ગુમ ભારતીય મૂળના 4 સિનિયર સિટિઝન મૃત હાલતમાં મળ્યા: કાર અકસ્માત બન્યો મોતનું કારણ

બફેલો: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)માં ભારતીય મુળના પરિવારના ચાર સભ્યો ન્યુ યોર્કના બફેલોથી કાર મારફતે વર્જિનિયાના માર્શલ કાઉન્ટી તરફ નીકળ્યા બાદ રસ્તામાં ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયા હતાં, પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. હવે માર્શલ કાઉન્ટીમાં તમામ ચાર ગુમ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યા છે.

જાણકારી મુજબ આશા દિવાન (85), કિશોર દિવાન (89), શૈલેષ દિવાન (86) અને ગીતા દિવાન (84) લાઈમ ગ્રીન રંગની ટોયોટા કેમરી કારમાં બેસીને બફેલોથી વેસ્ટ વર્જિનિયાના માર્શલ કાઉન્ટીમાં આવેલા પ્રભુપાદના પેલેસ ઓફ ગોલ્ડ તરફ જવા 29 જુલાઈના રોજ નીકળ્યા હતાં, પરંતુ ચાર દિવસ છતાં તેઓ પહોંચ્યા ન હતાં.

આપણ વાંચો: અમેરિકામાં રોડ ટ્રીપ દરમિયાન દિવાન પરિવારના 4 વૃદ્ધ સભ્યો ગુમ; છેલ્લે ક્યાં જોવા મળ્યા?

ત્યાર બાદ તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હવે મળતી માહિતી મુજબ એક કાર ક્રેશમાં તમામ ચારના મોત થયા છે.

સ્થાનિક સમય મુજબ શનિવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે બિગ વ્હીલિંગ ક્રીક રોડ પર એક ખીણમાંથી અકસ્માતગ્રસ્ત કાર મળી આવી હતી, જેમાં ચાર મૃતદેહો મળ્યા હતાં.

આપણ વાંચો: અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા

પોલીસે કરી પુષ્ટિ:

માર્શલ કાઉન્ટીના પોલીસ અધિકારીએ પુષ્ટિ કરતા કહ્યું કે ન્યુ યોર્કના બફેલોથી ગુમ થયેલા ચાર વ્યક્તિઓ વાહન અકસ્માતમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મૃતકોની ઓળખ ઓળખ ડૉ. કિશોર દિવાન, શ્રીમતી આશા દિવાન, શ્રી શૈલેષ દિવાન અને શ્રીમતી ગીતા દિવાન તરીકે કરવામાં આવી છે.

આ ચારેય સીનીયર સિટિઝન્સ 29 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં આવેલા બર્ગર કિંગ આઉટલેટમાં જોવા મળ્યા હતા.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button