ઇન્ટરનેશનલનેશનલ

રશિયાનો યુક્રેનના સુમી શહેર પરના મિસાઇલ હુમલાથી તબાહીઃ 21 જણનાં મોત

કિવ: રશિયાએ યુક્રેન પર વધુ એક મિસાઇલ હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનના શહેર સુમી પર થયેલા રશિયન મિસાઇલ હુમલામાં 20થી વધુ લોકોના માર્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે લોકો પામ સન્ડેની ઉજવણી માટે એકઠા થયા ત્યારે સવારે 10:15 વાગ્યે બે બેલિસ્ટિક મિસાઇલોથી શહેરની મધ્યમાં હુમલો કરાયો હતો. સત્તાવાર ચેનલો પર ઘટનાસ્થળેથી પોસ્ટ કરાયેલા વીડિયોમાં મધ્ય સુમીની આસપાસ કાટમાળ અને ધુમાડા વચ્ચે જમીન પર મૃતદેહો જોવા મળ્યા હતા.

આપણ વાંચો: Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સાથે યુદ્ધ વિરામ માટે મૂકી આ મોટી શરત

કાર્યકારી મેયર આર્ટેમ કોબઝારે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું હતું કે આ પામ સન્ડે પર અમારા સમુદાયે એક ભયંકર ત્રાસદી સહન કરી છે. દુર્ભાગ્યવશ, આ હુમલામાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા.

પ્રાથમિક તપાસને ટાંકીને પ્રોસિક્યુટર જનરલની ઓફિસે જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા હતા. આંતરિક બાબતોના પ્રધાન ઇગોર ક્લીમેન્કોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, સાત બાળકો સહિત વધુ 83 લોકો ઘાયલ થયા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પુષ્ટી કરી હતી કે બચાવ પ્રયાસો ચાલુ છે અને કહ્યું કે બે મિસાઇલ હુમલામાં “ડઝનેક” લોકો માર્યા ગયા છે. પ્રારંભિક માહિતી અનુસાર ડઝનબંધ નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા હતા.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : રશિયા-યુક્રેન વચ્ચે કાયમી શાંતિ દુનિયાના હિતમાં

ઝેલેન્સકીએ આ હુમલા માટે વૈશ્વિક પ્રતિક્રિયાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વાતચીતે ક્યારેય પણ બેલેસ્ટિક મિસાઇલો અને હવાઇ હુમલાઓને રોક્યા નથી. રશિયા પ્રત્યે એક આતંકવાદીની જેમ વલણ અપનાવાની જરૂર છે.

આ હુમલો રશિયા અને યુક્રેનના ટોચના રાજદ્વારીઓએ એકબીજા પર ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ટર પર હુમલો નહી કરવાના એક અમેરિકન મધ્યસ્થતા ધરાવતા કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યાના એક દિવસ કરતાં પણ ઓછા સમયમાં થયો છે.

એક દિવસ અગાઉ અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફ શાંતિની સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા.

આપણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? પુતિન-ઝેલેન્સ્કી આ પાંચ શરતો માનશે તો સ્થપાશે શાંતિ…

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે કહ્યું હતું કે યુક્રેન અમારા પર એક-બે અપવાદો સિવાય દરરોજ હુમલાઓ કરી રહ્યું છે. મોસ્કો છેલ્લા ત્રણ અઠવાડિયા દરમિયાન કિવના હુમલાઓની યાદી અમેરિકા, તુર્કી અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આપશે.

યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહાએ આ દાવાનો વિરોધ કરતા કહ્યું હતું કે રશિયાએ મર્યાદિત યુદ્ધ વિરામ માટે સહમતિ વ્યક્ત કર્યા પછી લગભગ 70 મિસાઇલો, 2200થી વધુ ડ્રોન અને 6000થી વધુ હવાઇ હુમલાઓ કર્યા છે જેમાં મોટા ભાગના નાગરિકો માર્યા ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button