રશિયાનો યુક્રેન પર મોટો હુમલો: 595 ડ્રોન અને 48 મિસાઈલથી એટેક કરતા યુક્રેનમાં એલર્ટ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

રશિયાનો યુક્રેન પર મોટો હુમલો: 595 ડ્રોન અને 48 મિસાઈલથી એટેક કરતા યુક્રેનમાં એલર્ટ

મોસ્કો/કિવઃ યુક્રેન અને રશિયા વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે રશિયાએ ફરી એક વખતે ડ્રોન અને મિસાઈલો વડે યુક્રેન પર ઘાતક હુમલો કર્યો છે. આ હુમલા લગભગ 4 લોકોના જીવ ગયા છે. છેલ્લા મહિનામાં કિવ પર થયેલો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે, જેનાથી સમગ્ર વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યું છે.

રશિયાએ યુક્રેન પર 595 વિસ્ફોટક ડ્રોન અને 48 મિસાઈલો છોડી હતી, જેમાંથી યુક્રેનની એરફોર્સે 566 ડ્રોન અને 45 મિસાઈલને તોડી પાડી હતી. આ હુમલા કિવના રહેવાસી વિસ્તારોને મુખ્ય નિશાન બનાવવામાં આવ્યા, જેના કારણે ચાર લોકોના મોત થયા અને 10થી વધુ લોકો ઘાયલ થયા. મૃતકમાં એક 12 વર્ષની બાળકી પણ સામેલ છે, જેના કારણે કીવના મેયર તૈમુર તકાચેન્કોએ ટેલિગ્રામ પર લખ્યું કે ‘રશિયનોએ બાળકોનું મોતનું ગણતરી ફરી શરૂ કરી દીધી છે’.

આ પણ વાંચો: રશિયાએ ફરી એકવાર યુક્રેન પર કર્યો મોટો મિસાઈલ હુમલો; અનેક શહેરમાં મચાવી તબાહી, 3ના મોત…

આ હુમલામાં કિવ ઉપરાંત ઝાપોરિઝિયા, ખ્મેલનિત્સ્કી, સુમી, માયકોલાઈવ, ચેર્નિહાઈવ અને ઓડેસા જેવા વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યો છે, જેમાં દેશભરમાં 40થી વધુ લોકો ઘાયલ થયા. ઝાપોરિઝિયામાં 27 લોકોને ઈજા થઈ, જેમાં ત્રણ બાળકો સામેલ છે, અને 24થી વધુ ઈમારતોને નુકસાન પહોંચ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આ હુમલાને ‘ઘૃણાસ્પદ’ ગણાવીને વિશ્વને રશિયા પર યુદ્ધ રોકવા માટે કડક દબાણ કરવાની અપીલ કરી છે. કારણ કે આ હુમલો યુએનજીએ સમાપન વીક દરમિયાન થયો છે.

કિવમાં થયેલા હુમલામાં રહણાંક વિસ્તારની બિલ્ડીંગ, હોસ્પિટલ અને કિન્ડરગાર્ટનને મોટા પાયે નુકસાન પહોંચ્યું થયું છે, જેમાં 20થી વધુ જગ્યાઓ પર વિનાશ થયો. રાતથી શરૂ થયેલા આ હુમલામાં લોકો મેટ્રો સ્ટેશનમાં આશ્રય લઈ ગયા, અને રેલવે સ્ટેશન પર મહિલાઓ-બાળકો ભયભીત થઈને બેઠા રહ્યા. આ હુમલા પછી પડોશી પોલેન્ડે તેની હવાઈ સીમા બંધ કરી અને જેટ વિમાનો તહેનાત કરવામાં આવ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button