યુક્રેનની પેસેન્જર ટ્રેન પર રશિયાએ કર્યો ડ્રોન હુમલો, 30થી વધારે લોકો ઘાયલ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

યુક્રેનની પેસેન્જર ટ્રેન પર રશિયાએ કર્યો ડ્રોન હુમલો, 30થી વધારે લોકો ઘાયલ

કિવ, યુક્રેનઃ રશિયાએ ફરી એકવાર યુક્રેન પર હમલો કર્યો છે. યુક્રેનમાં એક પેસેન્જર ટ્રેન પર રશિયાએ ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેનના ઉત્તરીય સુમી પ્રદેશના એક સ્ટેશન પર પેસેન્જર ટ્રેન પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અનેલ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ હુમલો શોસ્તકાથી યુક્રેનની રાજધાની કિવ જઈ રહેલી ટ્રેન પર કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જેમાં 30થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમની અત્યારે સારવાર કરવામાં આવી રહી છે.

રશિયાએ યુક્રેનની પેસેન્જર ટ્રેનને નિશાન બનાવી

વિગતે વાત કરવામાં આવે તો, છેલ્લા કેટલાય વર્ષોથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન દ્વારા અનેક વખત પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, આ યુદ્ધનો અંત આવે પરંતુ રશિયા દ્વારા હુમલાઓ રોકવામાં આવ્યાં નથી. આજે ફરી એકવાર હુમલો થયો છે. આજે રશિયાએ યુક્રેનની પેસેન્જર ટ્રેનને નિશાન બનાવી હતી. જે મામલે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, ‘સુમી વિસ્તારામાં શોસ્તકામાં રેલવે સ્ટેશન પર એક ક્રૂર રશિયન ડ્રોન હુમલો થયો છે’, આ હુમલાની યુક્રેનના અધિકારીઓએ પણ નિંદા કરી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે છેલ્લા બે મહિનામાં રશિયાએ રોજ યુક્રેન પર એક હુમલો કર્યો છે. આ હુમલા અંગે વિગતો આપતા સ્થાનિક ગવર્નર ઓલેહ હ્રીહોરોવે જણાવ્યું હતું કે, શોસ્તકાથી રાજધાની કિવ જતી ટ્રેનમાં હુમલો થયો હતો. આ હુમલામાં 30થી પણ વધારે લોકો ઘાયલ થયાં છે. જેથી ડોકટરો અને બચાવ કાર્યકરો ઘટનાસ્થળે કામ કરી રહ્યા હતા.

હુમલામાં રેલવે કર્મચારીઓ અને મુસાફરો સહિત 30 લોકો ઘાયલ

આ હુમલા વિશે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ લખ્યું કે, ‘રશિયનોને કદાચ ખબર ન હતી કે તેઓ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. આ આતંકવાદ છે, જેને અવગણવાનો વિશ્વને કોઈ અધિકાર નથી’. અત્યારે અહીં મદદ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. 30 લોકો ઘાયલ થયા તેની જાણકારી મળી છે જ્યારે બાકી વધારે કોઈને ઈજાઓ થઈ છે કે, કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. રશિયાએ ડ્રોન હુમલો કર્યો ત્યારે રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓ અને મુસાફરો પણ હાજર હતાં. રશિયા રોજ નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યું હોવાનો પણ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી આરોપ લગાવ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button