Russia એ યુક્રેનના ઝાપોરિઝિયા શહેર પર ઘાતક ડ્રોન હુમલો કર્યો, 3 લોકોના મોત…

કિવ : રશિયા(Russia)અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની ચર્ચાઓ વચ્ચે રશિયન સેનાએ યુક્રેનના શહેર ઝાપોરિઝિયા પર મોટો હુમલો કર્યો છે.આ ડ્રોન હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં અનેકની હાલત ગંભીર છે.
આ પણ વાંચો…ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ૮૫નાં મોત…
કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળ
આ અંગે યુક્રેનના પ્રાદેશિક વડા ઇવાન ફેડોરોવે જણાવ્યું હતું કે હુમલામાં રહેણાંક ઇમારતો, ખાનગી કાર અને અન્ય વિસ્તારમાં આગ લાગી હતી. ફેડોરોવે હુમલા પછીના ફોટા શેર કર્યા હતા. જેમાં ઇમરજન્સી સેવાઓના અધિકારીઓ ક્ષતિગ્રસ્ત રહેણાંક ઇમારતોના કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે.
100 ડ્રોનને યુક્રેન સૈન્ય દળોએ તોડી પાડયા
યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું હતું કે રશિયાએ શુક્રવાર રાતથી શનિવાર સવાર વચ્ચે 179 ડ્રોન મોકલ્યા હતા. જેમાંથી 100 ડ્રોનને યુક્રેન સૈન્ય દળો દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે 63 ને ઇલેક્ટ્રોનિક રીતે અટકાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કિવ અને ડિનિપ્રોપેટ્રોવસ્ક પ્રદેશોમાં અટકાવાયેલા ડ્રોનમાંથી પડતા કાટમાળને કારણે આગ લાગી હોવાના અહેવાલ આપ્યા હતા. આ દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ 47 યુક્રેનના ડ્રોનનો નાશ કર્યો છે.