જો પરમાણુ પરીક્ષણનો વિચાર કર્યો તો ભારે પડશેઃ રશિયાએ કોને આપી ધમકી? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

જો પરમાણુ પરીક્ષણનો વિચાર કર્યો તો ભારે પડશેઃ રશિયાએ કોને આપી ધમકી?

મોસ્કોઃ વિશ્વભરમાં યુદ્ધનો માહોલ સર્જાયેલો છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસનું યુદ્ધ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં જરા પણ સુધાર આવ્યો નથી, પણ હા બીજા દેશો પણ યુદ્ધ માટે તૈયારી કરી હોય તેવા અહેવાલો મળ્યાં છે. આ દરમિયાન હવે પરમાણુ પરીક્ષણ કરવાનું વિચારી રહેલા દેશોને રશિયાએ ચોખ્ખા શબ્દોમાં ધમકી આપી છે. વિશ્વમાં સાતથી આઠ દેશો છે તે પરમાણુ શક્તિ ધરાવે છે. હવે જોઈ વિશ્વમાં બીજા દેશો પર પરમાણુ પરીક્ષણ કરે છે તો તે વિશ્વ માટે ખતરો સાબિત થઈ શકે છે.

રશિયાના નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવ?
રશિયાના નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવએ કહ્યું કે, કોઈ પણ દેશ પરમાણુ પરીક્ષણ કરવાનો વિચાર કરે છે તો તેને જબડાતોડ જવાબ આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે, રશિયાની આ ધમકી અમેરિકા તરફ ઇશારો કરે છે. આ ધમકી દ્વારા રશિયાએ અમેરિકાને આડેહાથ લીધું છે. વધુમાં વાત કરવામાં આવે તો, રશિયાના નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવે કહ્યું કે, અમેરિકા ઘણાં સમયથી પરમાણુ પરીક્ષણ માટે જરૂરી માળખાગત સુવિધાઓને યુદ્ધની સ્થિતિ માટે સાચવી રહ્યું છે. અમેરિકા અન્ય દેશોને પણ આવી સ્થિતિ માટે તૈયાર કરી રહ્યું હોય તેવું રશિયાએ જણાવ્યું છે.

નામ લીધા વગર વિદેશ પ્રધાને આપી ધમકી
વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવે એ પણ સ્પષ્ટ કર્યું કે, પરમાણુ પરીક્ષણની ક્ષમતા ધરાવતો કોઈ દેશ જો ખોટો નિર્ણય લે છે તો તેનો અમે ત્વરીત જવાબ આપીને કાર્યવાહી કરીશું અને અમારી નજર ખાત તો અમેરિકા પર જ ટકેલી છે’. એટલે એ વાત નક્કી છે કે, રશિયા અમેરિકાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે.

થોડા સમય પહેલા વલ્દાઈ આંતરરાષ્ટ્રીય ચર્ચા ક્લબમાં રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે કોઈ પરમાણુ પરીક્ષણ માટે તૈયારી કરી રહ્યું છે અને આવું થયું તો અમે જવાબી કાર્યવાહી કરીશું’. રશિયાએ ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો કોઈ આવું પરીક્ષણ કરવાનો વિચાર કરશે તો તેને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

આપણ વાંચો : ભારત 2028 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે: બ્રિટિશ PM સ્ટાર્મરે કરી ભારતની પ્રશંસા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button