વિશ્વયુદ્ધના એંધાણ! વેનેઝુએલાથી આવતા ઓઈલ ટેન્કર માટે રશિયાએ યુદ્ધ જહાજ તૈનાત કર્યા…

મોસ્કો: નવા વર્ષની શરૂઆત વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ સાથે થઇ. વેનેઝુએલાના વિશાળ પેટ્રોલીયમ ભંડાર પર કબજો મેળવવા યુએસએ વેનેઝુએલાના પાટનગર કરાકાસ પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યું અને સત્તાપલટો કરાવ્યો. યુએસ વેનેઝુએલામાંથી મોટા પેટ્રોલિયમ કાઢવાની તૈયારી કરું રહ્યું છે, એવામાં રશિયાએ એટલાન્ટિક મહાસાગરમાં યુદ્ધ જહાજો અને સબમરીન તૈનાત કરી છે, જેને કારણે વૈશ્વિક તાણવ વધવાની શક્યતા છે.
અહેવાલ મુજબ રશિયાનું એક વિશાલ ઓઈલ ટેન્કર બેલા-1 વેનેઝુએલામાં ફસાયેલું હતું, જે એટલાન્ટિક મહાસાગરથી રશિયા તરફ રવાના થયું છે, આ દરમિયાન યુએસ સેના દ્વારા તેનો પીછો કરવામાં આવી રહ્યો છે, આ ઓઈલ ટેન્કરની સુરક્ષા માટે રશિયન નેવીએ યુદ્ધ જહાજો અને સબમરીન તૈનાત કર્યા છે.
અહેવાલ મુજબ હાલ આ જહાજમાં ઓઈલ ભરેલું નથી, પરંતુ ભૂતકાળમાં આ જહાજે અનેક વખત વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ રશિયા પહોંચાડ્યું છે. મંગળવારે સ્કોટલેન્ડ અને આઇસલેન્ડ વચ્ચે પહોંચ્યું હતું.

ટ્રમ્પના આદેશ પર નાકાબંધી:
ગત મહીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ વેનેઝુએલામાં પ્રવેશતા અને ત્યાંથી બહાર નીકળતા પ્રતિબંધિત તેલ ટેન્કરોની નાકાબંધી કરવાનો આદેશ આપી રહ્યા છે.અહેવાલ મુજબ ગત મહિને યુએસ કોસ્ટ ગાર્ડે કેરેબિયન સમુદ્રમાં વેનેઝુએલા તરફ જઈ રહેલા રશિયાના ઓઈલ ટેન્કર બેલા-1 પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો, જહાજ પર યુએસ પ્રતિબંધોનો ભંગ કરવાનો આરોપ લાગવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત: યુએસ વેનેઝુએલા પાસેથી આટલા મિલિયન બેરલ ઓઈલ ખરીદશે…
ટેન્કર વેનેઝુએલામાં ડોક થઇ શક્યુ નહીં અને ઓઈલ લોડ કરી શક્યું નહીં. જહાજ ખાલી હાલતમાં પરત ફર્યું આ દરમિયાન યુએસ નેવી દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં તેનો પીછો કરવામાં આવ્યો.
નોંધનીય છે કે નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસનું અપહરણ કરવા બદલ રશિયાએ યુએસની કડક ટીકા કરી અહતી. રશિયાએ યુએનમાં નિકોલસ માદુરોને તાત્કાલિક મુક્ત કરવા હાકલ કરી હતી. ચીને પણ આવી જ માંગ કરી હતી.



