ઈઝરાયલની સંસદમાં ‘ધમાલ’: ગાઝા સમર્થકના સૂત્રોચ્ચાર કરનારાને બળજબરીથી બહાર કાઢ્યાં

જેરુસલેમઃ ઈઝરાયલ અને ગાઝાની વચ્ચે શાંતિ-સમજૂતીનો જશ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને શિરે લઈ લીધો છે, જ્યારે ઈઝરાયલ પણ સમર્થન આપી રહી છે ત્યારે ઈઝરાયલ પહોંચેલા ડોનાલ્ડ ટ્રમ્પને નેતન્યાહુએ ઈઝરાયલના સર્વોચ્ચ નાગરિક તરીકેનો પુરસ્કારથી સન્માનિત કર્યા છે. એના પછી ટ્રમ્પે પોતાની સ્પીચ આપવાની શરુઆત કરી ત્યારે ગાઝા સમર્થનમાં અનેક લોકોએ હંગામો કર્યો હતો, જ્યારે તેમને બળજબરીપૂર્વક બહાર લઈ જવામાં આવ્યા હતા.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સંસદમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. ઈઝરાયલની સંસદમાં સ્પીચ આપવાની શરુઆત કરી હતી અને કહ્યું હતું કે 20 સાહસી બંધકો પરત આવ્યા છે. આજે બંદૂકો શાંત છે. શાયરના શાંત છે. ભગવાનની ઈચ્છાથી લાંબા સમય સુધી શાંતિ રહેશે.
ટ્રમ્પે આગળ કહ્યું કે સદ્ભાવનાની શરુઆત છે. આ મિડલ ઈસ્ટના યુદ્ધવિરામ અને સ્થિરતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આસમાન શાંત છે અને હવે પવિત્ર ભૂમિ પર શાંતિ છે. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ વખતે એક શખસે સૂત્રોચ્ચાર કરતા તેમનો વિરોધ નોંધાવ્યો હતો, ત્યાર પછી સુરક્ષા કર્મચારીઓને તેને ગૃહમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા.
આ અગાઉ ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે અમારા દુશ્મનો હવે સમજી ગયા છે ઈઝરાયલ કેટલું શક્તિશાળી છે. સાતમી ઓક્ટોબરના ઈઝરાયલ પર હુમલો કરવાની મોટી ભૂલ હતી. નેતન્યાહુએ અમેરિકન રાષ્ટ્રપતિની પ્રશંસા કરીને તાળીઓ પાડીને તેમનું અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના માફક આટલા ઝડપથી અને નિર્ણાયક રીતે દુનિયાને આગળ વધાતા જોયા નથી.
આ પણ વાંચો…હમાસે તમામ ઈઝરાયલી બંધકોને છોડ્યાઃ નેતન્યાહુએ ટ્રમ્પને ‘ગોલ્ડન ગિફ્ટ’ આપી, ઈઝરાયલમાં ખુશીનો માહોલ