પુતિન યુક્રેન સાથે સમજૂતી માટે તૈયાર! ટ્રંપ સાથે ફોન પર વાત કરી
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધ અંગે એક મોટું નિવેદન (Putin about Ukraine war) આપ્યું છે, પુતિને આગામી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે ફોન પર વાત કરી હતી. અહેવાલ મુજબ પુતિન યુક્રેન યુદ્ધ પર સમાધાન માટે સંમત થયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચર્ચા માટે કોઈ પૂર્વશરતો નથી, પરંતુ કોઈપણ સમજુતી માટે યુક્રેનિયન આધિકારીઓ સામેલ હોવા જોઈએ.
મીડિયા આહેવાલ મુજબ, પુતિને કહ્યું કે રશિયા રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સહિત યુક્રેનના અધિકારીઓ સાથે વાત કરવા તૈયાર છે. જ્યારે પુતિને એક અમેરિકન ન્યૂઝ ચેનલના પત્રકારને કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વર્ષોથી વાત કરી નથી, પરંતુ સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે તેમની સાથે મળવા માટે તૈયાર છે.
યુદ્ધમાં રશિયા નબળી સ્થિતિમાં હોવાના આહેવાલને પુતિને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ દેશ મજબૂત બન્યો છે. જ્યારે પુતિને કહ્યું હતું કે રશિયા વાટાઘાટો માટે તૈયાર છે, કિવ પણ સમાધાન માટે તૈયાર હોવું જોઈએ.
મિસાઈલ પ્રોજેક્ટ અંગે શું કહ્યું:
પુતિને ઓરેશ્નિક હાઇપરસોનિક મિસાઇલ અંગે પણ વાત કરી, જેનો ઉપયોગ રશિયા યુક્રેનની લશ્કરી ફેક્ટરી પર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ યુક્રેનમાં વધુ એક લોન્ચિંગ માટે તૈયાર છે. જોઈશું કે પશ્ચિમી દેશોની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ આ મિસાઈલને શૂટ કરી શકે છે કે કેમ.
Also read: યુક્રેન સાથેના જંગમાં પુતિનનું મહત્વપૂર્ણ નિવેદન, ભારત માટે કહી આ વાત
વહેલા હુમલો કરવો જોઈતો હતો:
આ સાથે સાથે પુતિને એમ પણ કહ્યું કે તેમણે યુક્રેનમાં 2022 કરતાં વહેલા સૈનિકો મોકલવા જોઈતા હતાં, રશિયાએ સંઘર્ષ માટે વધુ સારી રીતે તૈયાર હોવું જોઈએ. રશિયા સ્વતંત્ર અને સાર્વભૌમ રહે અને પોતાના હિતમાં નિર્ણયો લેવા સક્ષમ હોય એ માટે મેં શક્ય બધું જ કર્યું છે.