નેપાળમાં ઉથલપાથલ: પ્રદર્શનકારીઓ વિદેશ પ્રધાનને બંધક બનાવીને લઇ ગયા, પૂર્વ વડાપ્રધાન પર હુમલો

કાઠમંડુ: નેપાળમાં છેલ્લા બે દિવસથી હિંસક પ્રદર્શનો થઇ (Nepal violence) રહ્યા છે, સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુવાનોએ બળવો પોકાર્યો છે. પ્રદર્શનોને પગલે નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું આપવું (KP Sharma Oli resigned) પડ્યું છે. હવે યુવાનોને શાંત પાડવા અને વાતચીત માટે મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એવામાં નેપાળના પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉબા અને તેમના પત્ની પર હુમલાનો આઘાતજનક વીડિયો જાહેર થયો છે.
ગઈ કાલે મંગળવારે થયેલા હિંસક પ્રદર્શનો દરમિયાન નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબા અને તેમના પત્ની અને વિદેશ પ્રધાન આરઝુ રાણા દેઉબા પર હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલા બાદ આરઝુ રાણા દેઉબા ક્યાં છે તેની કોઈને જાણ નથી, અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓ તેને બંધક બનાવીને લઇ (Arzu Rana Deuba abducted) ગયા છે.
દેઉબાના ઘરમાં તોડફોડ:
કાઠમંડુના બુડાનિલકાંઠામાં આવેલા દેઉબાના ઘરમાં તોડફોડનો વિડીયો જાહેર થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે શેર બહાદુર દેઉબા ચહેરા પરથી લોહી નીકળી રહ્યું છે, તેમના પત્ની આરઝુ સાથે પણ પ્રદર્શનકારીઓએ મારપીટ કરી. આઘાતજનક વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રદર્શનકારીઓ આરઝુ દેઉબાને લાત મારી રહ્યા છે.
પ્રદર્શનકારીઓએ આરઝુ દેઉબાને બંધક બનાવ્યા!
અહેવાલ મુજબ સેનાએ શેર બહાદુર દેઉબાને બચાવી લીધા, પરંતુ સેનાના જવાનો બચાવ માટે પહોંચે એ પહેલા પ્રદર્શનકારીઓ આરઝુને બંધક બનાવીને લઇ ગયા. હાલ આરઝુ ક્યાં છે એ અંગે કોઈ જાણકારી મળી શકી નથી, તેની તલાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ આ સમગ્ર ઘટનાને અત્યંત આક્રામક ગણાવી છે.
દેઉબાના નિવાસસ્થાનમાં તોડફોડ કરવામાં આવી અને તેમની વ્યક્તિગત સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
શાંતિ માટે અપીલ:
મંગળવારે વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યા છતાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલુ રહ્યા હતાં. નેપાળના આર્મી ચીફ અશોક રાજ સિગ્ડેલે વિરોધીઓને વાતચીત માટે માનવાવા પ્રયત્નો કર્યા હતાં. એક ટેલિવિઝન સબોધનમાં, જનરલ સિગ્ડેલે કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનો બંધ કરવા જોઈએ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે વાતચીત થવી જોઈએ.
આ પણ વાંચો….નેપાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, પ્રદર્શનકારીઓએ નાયબ પીએમ બિષ્ણુ પ્રસાદને ઘેરીને માર્યા