ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

નેપાળમાં ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા; સરકારને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ…

કાઠમંડુ: બાંગ્લાદેશ બાદ ભારતના વધુ પાડોશી દેશ નેપાળમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાવાની શક્યતા છે, છેલ્લા ઘણા સમયથી નેપાળમાં રાજાશાહી ફરી લાગુ કરવા માટે માંગ કરવામાં (Demand to reinstate monarchy in Nepal) આવી રહી છે, આ માંગ સાથેનું આંદોલન દિવસેને દિવસે વધુ મજબૂત અને ઉગ્ર બની રહ્યું છે. રાજાશાહીનું સમર્થન કરતા કેટલાક સંગઠનોએ હાલની સરકારને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે.

દેશમાં રાજાશાહી ઈચ્છતા સંગઠનોનું કહેવું છે કે જો એક અઠવાડિયામાં કોઈ સમજૂતી નહીં થાય તો, આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે. સંયુક્ત જન આંદોલન સમિતિએ કહ્યું છે કે શુક્રવારે ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે એક રેલી કાઢવામાં આવશે. બીજી તરફ ઘણા સંગઠનો લોકશાહીના સમર્થનમાં પણ પ્રદર્શન કરી રહ્યા છે. સિક્યોરિટી એજન્સીએ હિંસક અથડામણની આશંકા વ્યક્ત કરી છે. પરિસ્થિતિ વધુ વણસે તો દેશઅમાં ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા છે.

આ પણ વાંચો:ગાઝામાં લોકો હમાસથી કંટાળ્યા છે? હમાસ વિરોધી રેલીમાં હજારો લોકો જોડાયા, શાંતિ માટે અપીલ કરી…

આંદોલન વધુ તીવ્ર બનશે:

એક સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમણે તમામ લોકશાહી પક્ષો અને સરકારને એક અઠવાડિયાનો સમય આપવામાં આવે છે. તેમનું આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. જોકે, જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આ આંદોલન વધુ તીવ્ર બનશે અને અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરીશું.

સંગઠનનો માંગ છે કે સરકારે 1911ના બંધારણનો અમલ કરવો જોઈએ અને દેશમાં એક બંધારણીય રાજાશાહી હોવી જોઈએ જેમાં બહુપક્ષીય વ્યવસ્થા અને સંસદીય લોકશાહીને પણ સ્થાન હોય, તેમનું કહેવું છે કે નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ.

આ પણ વાંચો:ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, અમેરિકામાં મતદાન માટે ફરજિયાત કરવામાં આવી આ વસ્તુ…

લોકશાહીનું સમર્થન:

એક તરફ નેપાળમાં રાજશાહી ફરી લાગુ કરવાની માંગ ઉઠી રહી છે, ત્યાર કેટલાક સંગઠનો લોકશાહીનું સમર્થન કરી રહ્યા છે. ચાર પક્ષોના બનેલા ગઠબંધન સોશિયાલીસ્ટ રિફોર્મ લોકશાહીના સમર્થનમાં પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી માઓવાદી અને નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ પણ તેમાં ભાગ લેશે. તેમનું કહેવું છે કે નેપાળના લોકોએ આ લોકશાહી માટે લડત આપી છે અને તેને ખતમ થવા દઈ શકાય નહીં.

સુરક્ષા વ્યવસ્થા મજબુત:

સરકારે કહ્યું છે કે રાજધાની કાઠમંડુમાં તણાવને ધ્યાનમાં રાખીને 5,000 સૈનિકો તૈનાત કરવામાં આવશે. સિક્યોરિટી એજન્સીઓએ કાઠમંડુમાં હિંસક અથડામણની પણ આશંકા વ્યક્ત કરી છે. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકોએ 11 એપ્રિલથી આંદોલનને વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી છે. દરમિયાન, નેપાળના ટોચના નેતાઓનું કહેવું છે કે હવે નેપાળમાં રાજાશાહી ફરી લાગુ થવી અશક્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button