Top Newsઇન્ટરનેશનલ

એઆઈના દુરુપયોગ અટકાવવા માટે ગ્લોબલ કરાર કરવાની PM મોદીની અપીલ…

જોહનિસબર્ગઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના દુરુપયોગને રોકવા માટે એક વૈશ્વિક કરાર કરવાની અપીલ કરી હતી અને જરૂરી ટેકનોલોજીને ફાઈનાન્સ-કેન્દ્રિત કરવાને બદલે હ્યુમન-કેન્દ્રિત બનાવવા માટે મજબૂત હિમાયત કરી હતી. અહીં જી-20 સમિટના ત્રીજા સત્રને સંબોધતા મોદીએ એમ પણ કહ્યું હતું કે ટેકનોલોજી એપ્લિકેશનો ‘નેશનલ’ ને બદલે ‘ગ્લોબલ’ હોવી જોઈએ અને ‘એક્સક્લૂસિવ મોડલ’ને બદલે ‘ઓપન સોર્સ’ પર આધારિત હોવી જોઈએ.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ વિઝન ભારતના ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં સામેલ કરવામાં આવ્યું છે અને તેનાથી સ્પેસ એપ્લિકેશન, એઆઈ અને ડિઝિટલ પેમેન્ટમાં મોટો ફાયદો થયો છે જ્યાં તે દુનિયામાં લીડર છે. તેઓ જી-20 સમિટના ત્રીજા સત્રને “બધા માટે એક ન્યાયી અને ન્યાયપૂર્ણ ભવિષ્ય – જરૂરી મિનરલ, સારુ કામ, એઆઈ” વિષય પર સંબોધન કરી રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે “આપણે બધાએ ખાતરી કરવી જોઈએ કે એઆઈનો ઉપયોગ વૈશ્વિક ભલા માટે થાય અને તેનો દુરુપયોગ અટકાવવામાં આવે. આ કરવા માટે આપણે ચોક્કસ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત એઆઈ પર એક ગ્લોબલ કરાર કરવો જોઈએ જેમાં છે, જેમાં અસરકારક માનવીય દેખરેખ, સેફ્ટી-બાય ડિઝાઈન, ટ્રાન્સપરન્સી અને ડીપફેક, ક્રાઈમ અને આતંકી ગતિવિધિઓમાં એઆઈના ઉપયોગ પર કડક પ્રતિબંધોનો સમાવેશ થાય છે,”

વડા પ્રધાને કહ્યું હતું કે એઆઈ સિસ્ટમ જે માનવીય જિંદગી, સિક્યોરિટી અથવા લોકોના વિશ્વાસ પર અસર કરે છે. તે જવાબદાર અને ઓડિટેબલ હોવી જોઈએ. અને સૌથી અગત્યનું એઆઈને માનવ ક્ષમતાઓમાં વધારો કરવો જોઈએ, પરંતુ નિર્ણય લેવાની અંતિમ જવાબદારી હંમેશા માનવીઓની રહે છે.”

મોદીએ કહ્યું હતું કે એઆઈના આ યુગમાં અભિગમ આજની નોકરીઓમાંથી કાલની ક્ષમતાઓ’ તરફ બદલાવો જોઈએ. ઝડપથી ઈનોવેશન માટે ટેલેન્ટ મોબિલિટીને અનલોક કરવી જરૂરી છે. અમે દિલ્હી જી-20માં આ વિષય પર પ્રગતિ કરી છે. અમને આશા છે કે આગામી થોડા વર્ષોમાં જી-20 ટેલેન્ટ મોબિલિટી માટે વૈશ્વિક માળખું વિકસાવશે.”

આ પણ વાંચો…યુએનએસસીના વિસ્તરણ અંગે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું વિસ્તરણ સમયની અનિવાર્યતા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button