શોકિંગઃ પેરુમાં સોનાની ખાણમાંથી અપહ્યત ૧૩ કામદારના મૃતદેહ મળ્યાં

લીમાઃ પેરુમાં સોનાની એક મોટી ખાણમાંથી લગભગ એક અઠવાડિયા પહેલા અપહરણ કરાયેલા ૧૩ સુરક્ષા ગાર્ડોના મૃતદેહ રવિવારે મળી આવ્યા હતા. દક્ષિણ અમેરિકન દેશના મહત્વપૂર્ણ ખાણકામ ઉદ્યોગમાં હિંસા વધી રહી છે એવા સમયે આ મૃત્યુ થયા છે. આ માહિતી પેરુના ગૃહ મંત્રાલયે આપી હતી.
સોનાની ખાણ લા પોડેરોસાએ જણાવ્યું કે શોધ અને બચાવ ટીમોને રવિવારે ખાણમાંથી કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા. કંપનીએ તેના અપહરણનો આરોપ અનૌપચારિક ખાણિયાઓ પર લગાવ્યો છે, જેઓ કથિત રીતે ગુનાહિત ગેંગ સાથે જોડાયેલા હતા.
આપણ વાંચો: ભારતના આ સ્થળે છે સોનાની ખાણ, RBIના ભંડાર કરતાં પણ પાંચ ગણું છે અહીં સોનુ…
એવો આરોપ છે કે આ ખાણિયાઓએ ૨૬ એપ્રિલના રોજ સોનાની ખાણ પર હુમલો કર્યો હતો. પેરુના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે તેણે આ જઘન્ય અપરાધો માટે જવાબદાર લોકોને શોધી કાઢવા અને ધરપકડ કરવા માટે એક ખાસ પોલીસ દળ તૈનાત કર્યું છે.
આપણ વાંચો: વિશ્વની સૌથી મોટી સોનાની ખાણ નજીક સુરક્ષા દળો અને વિદ્રોહી વચ્ચે અથડામણ, બે ઠાર
પેરુની રાજધાની લીમા સ્થિત ખાનગી કંપની લા પોડેરોસાએ જણાવ્યું કે પેરુના દૂરવર્તી ઉત્તર-પશ્ચિમ શહેર પટાઝમાં ખાણ પર નિયંત્રણ માટે લડતા ગુનાહિત જૂથોએ ૧૯૮૦માં કંપનીએ કામગીરી શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં કંપનીના ૩૯ કામદારોની હત્યા કરી છે. જેમાં હાલમાં માર્યા ગયેલા ૧૩ કામદારોનો પણ સમાવેશ થાય છે.
ડિસેમ્બર ૨૦૨૩માં ગેરકાયદે ખાણકામ કરનારાઓએ આ જ પોડેરોસા ખાણ પર વિસ્ફોટકોથી હુમલો કર્યો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૧૫ ઘાયલ થયા હતા. આ હુમલાઓના જવાબમાં લા પોડેરોસાએ વધુ સુરક્ષા ગાર્ડ મોકલ્યા હતા.