ઇન્ટરનેશનલ

ભારત મર્સીડિઝ જેવું, પાકિસ્તાન ડમ્પ ટ્રકઃ પાકિસ્તાનના લશ્કરી વડાની વિચિત્ર કોમેન્ટ

ન્યુ યોર્ક: મે મહિનામાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાં નાશ કરવા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું અને ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો. તાજેતમાં આ સંઘર્ષ અંગની ચર્ચાઓએ જોર પકડ્યું છે, ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં પાકિસ્તાના ફિલ્ડ માર્શલના અસીમ મુનીર પર કટાક્ષ કર્યા હતાં, એવામાં અસીમ મુનીરે આપેલું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.

તાજેતરમાં પાકિસ્તાની સેનાના ફિલ્ડ માર્શલ બનેલા અસીમ મુનીરે યુએસના ફ્લોરિડામાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન આપતા ભારતની સરખામણી “ચમકતી મર્સિડીઝ” અને પાકિસ્તાનની સરખામણી “ડમ્પ ટ્રક” સાથે કરી, જેને કારણે અસીમ મુનીરેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

આસીમ મુનીર બે મહિનામાં બીજી વાર યુએસ પ્રાવાસ પર પહોંચ્યા છે. મુનીરે આ સરખામણી દ્વારા પાકિસ્તાનને વધુ શક્તિશાળી અને ભારતને બહારથી સારા દેખાતા ઓછાં શક્તિશાળી દેશ દર્શાવવાનો પ્રયાસ કર્યો.

મુનીરે શું કહ્યું?

ટેમ્પાના કોન્સ્યુલ દ્વારા આયોજિત ખાસ ડીનર દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મુનીરે કહ્યું, “હું પરિસ્થિતિ સમજાવવા માટે એક એક સરખામણી રજુ કરું છું… ભારત હાઇવે પર જઈ રહેલી ચમકતી મર્સિડીઝ છે, પરંતુ અમે (પાકિસ્તાન) કાંકરીથી ભરેલા ડમ્પ ટ્રક જેવા છીએ. જો ટ્રક કારને ટક્કર મારે છે, તો કોને વધુ નુકશાન પહોંચશે?”

મુનીર સોશિયલ મીડિયા પર ટ્રોલ:

સોશિયલ મીડિયા યુઝર્સ મુનીરને ખુબ ટ્રોલ કરી રહ્યા છે, યુઝર્સ કહી રહ્યા છે ભારતનું અર્થ તંત્ર પાકિસ્તાન કરતાં વધુ સારું હોવા અંગે મુનીરે કબૂલાત કરી લીધી છે.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “મુનીરના નિવેદનમાં એકમાત્ર સત્ય એ છે કે ભારત મર્સિડીઝ છે, અને તેનો દેશ ડમ્પ ટ્રક છે. બાકીનું બધું ભ્રમ છે.”

એક યુઝરે મુનીરને કહ્યું “મુનીર માને છે કે તે અમેરિકાથી પરમાણુ યુદ્ધની ધમકી આપીને યુએસ-ચીન સ્કર્ટ પાછળ છુપાઈ શકે છે. પાકિસ્તાનની લશ્કરી શક્તિ ડક્ટ ટેપ અને ભ્રમ દ્વારા જોડવામાં આવેલી એક દંતકથા માત્ર છે.”

એક યુઝરે લખ્યું, “ભારત એક મિસાઇલથી લોડેડ બીસ્ટ છે તે તમને બરબાદ કરી દેશે.”

આ પણ વાંચો…અસીમ મુનીરની ‘હિંમત’ વધી, કહ્યું અમે ડૂબ્યા તો અડધી દુનિયા…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button