ઇન્ટરનેશનલ

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાકિસ્તાની મેજર TTP સાથેની અથડામણમાં ઠાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાના મેજર રેન્કના અધિકારી મોઇઝ અબ્બાસ દક્ષિણ વઝીરિસ્તાનમાં માર્યા ગયા છે. મોઇઝ અબ્બાસ એ જ પાકિસ્તાની અધિકારી છે, જેમણે ફેબ્રુઆરી ૨૦૧૯માં ભારતીય વાયુ સેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને પકડ્યા હતા.

અભિનંદનનું ફાઇટર પ્લેન પાકિસ્તાનની સરહદમાં ક્રેશ થયું હતું જ્યારે તે પાકિસ્તાનના ફાઇટર જેટની ઘૂસણખોરીનો જવાબ આપી રહ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેને બંધક બનાવી લીધા હતા. પાકિસ્તાની મીડિયાએ મોઇઝ અબ્બાસના મૃત્યુની જાણકારી આપી છે.

આ પણ વાંચો: ઈરાની કમાન્ડરની હત્યામાં પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરનું કનેક્શન: રિપોર્ટમાં ખુલાસો

પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર મેજર મોઇઝ અબ્બાસ સોમવારે દક્ષિણ વઝીરિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(ટીટીપી) સાથેની અથડામણમાં માર્યા ગયા છે. દક્ષિણ વઝીરિસ્તાનના સરગોધા ખુર્રમમાં પાકિસ્તાની સેનાના જવાનો પર ટીટીપીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાના બે અધિકારીઓના મોત થયા હતા. જેમાં મેજર મોઇઝ અબ્બાસનું પણ મોત થયું છે.

ફેબ્રુઆરી ૨૦૧૯માં મોઇઝ અબ્બાસનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે દાવો કરવામાં આવ્યો હતો કે તે ભારતીય પાયલટ અભિનંદનને પકડનાર પ્રથમ પાકિસ્તાની અધિકારી હતા. મોઇઝ અબ્બાસે બાદમાં અનેક ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા, જેમાં તેમણે અભિનંદનનો સામનો કઇ પરિસ્થિતિમાં થયો હતો તે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ટ્રમ્પને શું જરૂર પડી પાકિસ્તાની આર્મી ચીફ સાથે લંચ લેવાની ? ભારતે સાબદા રહેવું પડશે…

પાકિસ્તાની મીડિયા આઉટલેટ અને ન્યૂઝ ચેનલોએ મોઇઝ અબ્બાસના મોતની જાણકારી આપી છે. પાકિસ્તાની સેનાએ મંગળવારે મોઇઝ અબ્બાસના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જો કે તેમાં અભિનંદનનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button