પાકિસ્તાનમાં બચાવ કામગીરી દરમિયાન ત્રણ બોટ પલટી, બાળકો સહિત 10ના મોત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં બચાવ કામગીરી દરમિયાન ત્રણ બોટ પલટી, બાળકો સહિત 10ના મોત

પજાંબ પ્રાંત, પાકિસ્તાનઃ પાકિસ્તાના પંજાબ પ્રાંતમાં પૂરના કારણે બચાવ કામગીરી કરાવમાં આવી રહી છે. આ દરમિયાન ત્રણ બોટ પલટી ગઈ હોવાના સમાચાર મળ્યાં છે. ત્રણ બોટ પલટી ગઈ હોવાથી બાળકો સહિત 10 લોકોના મોત થયાં છે. પંજાબ પ્રાંતમાં પૂરના કારણે અનેક ગામડાંઓ પાણીમાં ગરકાવ છે. જેના કારણે તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. પાકિસ્તાની અધિકારીઓએ આ મામલે જણાવ્યું હતું કે, મુલતાન અને બહાવલનગર નજીક 3 હોડીઓ પલટી ગઈ હતી. આ દુર્ઘટનાના કારણે 10 લોકોના મોત થયાં હતાં, જ્યારે 40 અન્ય લોકોને ડૂબતા બચાવી લેવામાં આવ્યાં હતાં.

પૂરના કારણે 88 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

આ અંગે વિગતો આપતા પંજાબ માહિતી પ્રધાન આજમા બુખારીએ કહ્યું કે, અત્યાર સુધીમાં આ પૂરના કારણે 78 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વધુમાં કહ્યું કે, અત્યારે 10 લોકોનું મોત થયું તેની સાથે મોતનો આંકડો હવે 88 થઈ ગયો છે. નોંધનીય છે કે, 23મી ઓગસ્ટથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પૂર આવેલું છે. અત્યારે પણ સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી. લોકો મદદ માટે સતત પોકાર કરી રહ્યાં છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં અત્યારે સુધીમાં 88 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે.

વ્યક્તિગત રીતે નજર રાખતા હોવાનો પાક અધિકારીઓનો દાવો

પૂરના કારણે અત્યારે આ પ્રાંતની હાલત ખૂબ જ ખરાબ છે. અધિકારીઓનું કહેવું છે કે, તેઓ વ્યક્તિગત રીત તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે, અહીં ખાનગી બોટ માલિકા દ્વારા લોકોની મદદ કરવા માટે રૂપિયા લેવામાં આવી રહ્યાં હતાં. જેના કારણે પંજાબના મુખ્યપ્રધાન મરિયમ નબાઝ શરીફે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં હતાં. આ સાથે સાથે પૂર પીડિત લોકોને બચાવવા માટે લાઇફ જેકેટ અને ફ્લડલાઇટથી સજ્જ 100 બોટ અને ચાર હેલિકોપ્ટર તૈનાત કરવાના પણ આદેશ આપ્યાં હતાં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button