પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બોટ પલટી! ચાર બાળકો સહિત એક મહિલાનું ડૂબી જતા મોત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બોટ પલટી! ચાર બાળકો સહિત એક મહિલાનું ડૂબી જતા મોત

પંજાબ પ્રાંત, પાકિસ્તાનઃ પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતમાં હાલત વધારે ગંભીર છે. પંજાબ પ્રાંતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. બોટ પલટી ગઈ હોવાથી પાંચ લોકોનું મોત થયું છે.

મુલ્તાન જિલ્લામાં આવેલા જલાલપુર પીરવાલામાં આ ઘટના બની હતી. અત્યારે આ જગ્યાએ પૂર આવેલું હોવાથી તંત્ર દ્વારા બચાવ અને રાહતકાર્ય કરવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરી દરમિયાન આ દુર્ધટના સર્જાઈ હતી.

આપણ વાંચો: પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી, 800થી વધુ લોકોના મોત

લોકોએ શા માટે લાઈફ જેકેટ નહોતું પહેર્યું?

વિગતે વાત કરાવમાં આવે તો, આ બોટ કુલ 30 લોકોને બચાવીને કિનારે લઈ જઈ રહી હતી. બોટ પલટી હોવાથી ચાર બાળકો સહિત એક મહિલાનું ડૂબી જતા મોત થયું છે. જોકે, બાકીના લોકોને બચાવી લેવાામાં આવ્યાં હતાં.

મળતી જાણકારી પ્રમાણે આ લોકોને લાઈફ જેકેટ પહેરેલું નહોતું. શું પાકિસ્તાન સરકાર પાસે એટલું પણ બજેટ નથી કે પોતાના દેશના લોકોને આ વિકટ પરિસ્થિતિમાંથી બચાવી શકે?

આપણ વાંચો: પાકિસ્તાનમાં ભારે વરસાદ: ૩૭નાં મોત

25,000 થી પણ વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

પાકિસ્તનમાં આવેલા પૂરના કારણે અત્યારે સુધીમાં હજારો લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. અધિકારીઓનું કહેવું છે કે, આ પરિસ્થિતિમાં પહેલી વખત બોટ પલટી છે. આ પહેલા 25,000 થી પણ વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પરંતુ આવી ઘટના નથી બની!

જેથી અધિકારીઓ હવે આ મામલે તપાસ કરશે કે, આખરે શા માટે લોકોને લાઈફ જેકેટ નહોતું આપવામાં આવ્યું? બચાવ કામગીરીમાં રોકાયેલા લોકોએ શું પૂરતી વ્યવસ્થા નહોતી કરી કે પછી લોકોએ લાઈફ જેકેટ પહેરવાની ના પાડી હતી? તે મામલે તપાસ કરવામાં આવશે. પાકિસ્તાનમાં પૂરના કારણે અત્યાર સુધીમાં કુલ 900થી પણ વધારે લોકોનું મોત થયું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button