ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: એક પોલીસકર્મીનું મોત, 3 ઘાયલ

પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મોટા ભાગે કોઈને કોઈ મોટી ઘટના બનતી રહે છે. ખૈબર પખ્તુનખ્વામાં ફરી એકવાર આત્મઘાતી હુમલો થયો છે. ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે. હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમા સુરક્ષા દળોને નિશાન બનાવીને સતત હુમલાઓ થયા કરે છે. આજે ફરી એક આત્મઘાતી હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે.

આત્મઘાતી હુમલામાં પોલીસ વાહનને ઉડાવી દીધું

ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવત જિલ્લામાં પોલીસ વાહન પાસે આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં એકનું મોત થયું અને ત્રણ લોકો ઘાયલ થયાં હતાં. આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જિલ્લામાં પહેલા પણ સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા હતાં. આ હુમલો તાજોરી પોલીસ સ્ટેશન નજીક થયો હતો. હુમલા દરમિયાન એક આત્મઘાતી હુમલાખોરે પોલીસ વાહન પાસે પોતાને ઉડાવી દીધો હતો. હુમલામાં મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલની ઓળખ અલાઉદ્દીન તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના પેશાવરમાં FC મુખ્યાલય પર આતંકી હુમલો…

આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આત્મઘાતી હુમલાની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે સરકાર પોલીસની સાથે ઊભી છે. આતંકવાદીઓને પકડવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આતંકવાદીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં એમ તેમણે જણાવ્યું હતું.

આ હુમલામાં ઘાયલ થયેલા ત્રણ લોકોને પોલીસે વધારે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ હુમલાં હુમલાખોર સાથે આવેલો એક સાથી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button