પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયો બ્લાસ્ટ, બે લોકોના મોત

પેશાવર, પાકિસ્તાનઃ પાકિસ્તાનમાં ફરી એકવાર વિસ્ફોટ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આ બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે આ બ્લાસ્ટ લેન્ડમાઇનમાં થયો છે, જેના કારણે બે લોકોના મોત થયાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે પાકિસ્તાને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં પરંતુ ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ બ્લાસ્ટ કેવી રીતે થયો ? તેના માટે કોણ જવાબદાર છે તેની શોધ કરવામાં આવી રહી છે. અત્યારે સુધીમાં કોઈ ખાસ પુરાવા હાથ લાગ્યાં નથી તેવું પણ જાણવા મળ્યું છે.
પાકિસ્તાનના બાજૌર જિલ્લામાં થયો આ બ્લાસ્ટ
આ મામલે પાકિસ્તાની અધિકારી અમજદે વિગતો આપી હતી. અમજદે કહ્યું કે, બુધવારે સાંજે અફઘાનિસ્તાનની સરહદ પર આવેલા બાજૌર જિલ્લામાં બની હતી. ચાર્મંગ તહસીલમાં આવેલા જન્નત શાહ વિસ્તારમાં ત્રણ લોકો પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન અહીં એક વિસ્ફોટ થયો હતો. જેમાં બે લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જેથી પાકિસ્તાન સરકારે આ મામલે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યાં છે. પાકિસ્તાન અને સ્થાનિક અધિકારીઓએ પણ આ બ્લાસ્ટની નિંદા કરી છે. આ બ્લાસ્ટના કારણે લોકોમાં ડરનો માહોલ પણ છવાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ વિસ્તારમાં વિસ્ફોટક ઉપકરણ કોણે લગાવ્યું?
આ વિસ્ફોટમાં 18 વર્ષીય શમશાદ અને 22 વર્ષીય ઉસ્માનનું મોત થયું છે. વિસ્ફોટની ખબર મળતાની સાથે જે સુરક્ષા અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતાં. ત્યાર બાદ આખા વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો હતો. સુરક્ષા કર્મીઓ દ્વારા મૃતકનો હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. પ્રશ્ન છે એ છે કે, આ વિસ્તારમાં વિસ્ફોટક ઉપકરણ કોણે લગાવ્યું? તે મામલે હજી કોઈ જાણકારી મળી નથી. અધિકારીઓ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે કે, આના પાછળ કોનો હોથ છે. આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો, 9 બાળકો સહિત 10 નાગરિકોના મોત…



