ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની જેલમાં ઇમરાન ખાન સાથે જાતીય શોષણનો દાવો, કથિત મેડિકલ રિપોર્ટ વાઇરલ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. આ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિશે એક સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. એમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જેલમાં તેમનું જાતીય શોષણ થયું હતું. જેનો કથિત મેડિકલ રિપોર્ટ સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનની જેલમાં પુરુષ કેદીઓ સામે જાતીય હિંસા સામાન્ય

એક એક્સ હેન્ડલે લખ્યું કે, પાકિસ્તાની આર્મી મેજર દ્વારા ઈમરાન ખાનનું જાતીય શોષણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની જેલમાં પુરુષ કેદીઓ સામે જાતીય હિંસા ખૂબ સામાન્ય છે. તેઓ વ્યક્તિના ગૌરવને છીનવી લેવા માટે આવું કરે છે.

તબીબી પરીક્ષણ કરવા માટે અદિયાલા જેલની મુલાકાત લીધી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ચ મહિનામાં પાકિસ્તાની ડોક્ટરોની એક ટીમે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગેના અહેવાલો બાદ તેમનું તબીબી પરીક્ષણ કરવા માટે અદિયાલા જેલની મુલાકાત લીધી હતી. આ ચેકઅપ 30 મિનિટ સુધી ચાલ્યું. આ અહેવાલ તાત્કાલિક જાહેર કરવામાં આવ્યો ન હતો.

સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી

ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના અન્ય એક નેતાએ દાવો કર્યો હતો કે ખાનને તેમની બહેનો કે અન્ય સંબંધીઓને મળવાની પણ મંજૂરી નથી. ખાનના ફેમિલી ડોક્ટરને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી હતી.

(નોંધ : આ તમામ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મુંબઈ સમાચાર પણ આ દાવાઓની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો…ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક ચાલુ જ છે…આ પાકિસ્તાની ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બ્લૉક કરાયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button