પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન વચ્ચે અસીમ મુનીરે કરી મોટી વાત, મને રસ નથી…

બ્રસેલ્સ, બેલ્જિયમઃ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનની અટકળોએ જોરદાર ચર્ચા જગાવી છે. આ અટકળોની વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
દર બીજે દિવસે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થવાની વાતો વહેતી થાય છે ત્યારે અસીમ મુનીરે કહ્યું છે કે રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીને હટાવવાની વાત ખોટી છે, જે સરકાર વિરોધી છે. મુનીરે આ મુદ્દે પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે મને રાજકારણમાં કોઈ પણ જાતનો રસ નથી.
આપણ વાંચો: પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકામાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો
મને રાજનીતિમાં જવાનો કોઈ જ શોખ નથી
અસીમ મુનીરે કહ્યું કે, મને અલ્લાહે રક્ષક બનાવીને મોકલ્યો છે. બેલ્જિયમમાં બ્રુસેલ્સમાં એક બેઠક દરમિયાન પોતાના વિશે અસીમ મુનીરે કહ્યું કે, ‘મને રાજનીતિમાં જવાનો કોઈ જ શોખ નથી. મને તો અલ્લાહે રક્ષક બનાવીને મોકલ્યો છે’.
અસીમ મુનીર પોતાના આવા નિવેદનોના કારણે ચર્ચમાં રહેતા હોય છે. એટલું જ નહીં પરંતુ ભારત વિરોધી નિવેદનો પણ આપતા રહે છે. જો કે, અત્યારે તો અસીમ મુનીરે પોતાને પાકિસ્તાનનો રક્ષક ગણાવ્યો છે. મને એના સિવાય કોઈ પણ જાતના પદની ઈચ્છા નથી.
આપણ વાંચો: અમેરિકામાં અસીમ મુનીરની ‘હિંમત’ વધી, કહ્યું અમે ડૂબ્યા તો અડધી દુનિયા…
અસીમ મુનીરે પોતાને પાકિસ્તાને એક સૈનિક ગણાવ્યો
પોતાના વખાણ કરતા વધુમાં અસીમ મુનીરે કહ્યું કે, મેં સેનાનો એક સૈનિક છું. જેની સૌથી મોટી ઈચ્છા ફક્ત શહીદી છે’. પોતે રાજનીતિથી દૂર રહેશે તેવું પણ કહ્યું હતું. હવે પાકિસ્તાનીઓની વાતમાં કેટલી હકીકત હોય છે તેતો સૌ કોઈ જાણે છે.
ભારત પર પ્રહાર કરતા અસીમ મનીરે ફરી ઝેર ઓક્યું છે. કહ્યું કે, ભારત પ્રોક્સી યુદ્ધ દ્વારા પાકિસ્તાનને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ પોતાના નિવેદનમાં અસીમ મુનીરે અફઘાનિસ્તાનને પણ ધમકી આપી છે.
ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકીઓને મારવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન બાદ પાકિસ્તાને તરત જ અસીમ મુનીરને ચીફ માર્શલ બનાવી દીધા હતા. આ વાતને અસીમ મુનીરે જાતે જ અમેરિકામાં કબૂલાત કરી હતી.
અત્યારે ફરી અસીમ મુનીરે એક મહત્વનું નિવેદન આપ્યું છે. મહત્વની વાત એ છે કે, અસીમ મુનીરે અત્યારે ભારત મુદ્દે જ નહીં પરંતુ પોતાના લઈને પણ એક નિવેદન આપ્યું છે.
આપણ વાંચો: પાકિસ્તાનમાં ફરી સત્તા પલટાની અટકળો તેજ: શું અસીમ મુનીર બનશે આગામી રાષ્ટ્રપતિ?
પાકિસ્તાન પાસે ખનિજોનો મોટો ભંડાર છેઃ અસીમ મુનીર
પોકિસ્તાનમાં વડાપ્રધાનને હટાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે તે મામલે અસીમ મુનીરે કહ્યું કે, તે વાત એકમદ ખોટી છે કે, પાકિસ્તાનના વડાપ્રધાનને હટાવમાં આવી રહ્યાં છે. મને રાજકારણમાં કોઈ જ રસ નથી હું તેની દૂર રહેવાનો છું’.
પાકિસ્તાન પર અત્યારે અરબો ડોલરનું દેવું છે તે મામલે અસીમ મુનીરે કહ્યું કે, ‘પાકિસ્તાન પાસે ખનિજોનો ભંડાર છે. તેનો ઉપયોગ કરીને આપણે પાકિસ્તાનનું દેવું ચૂકવી શકીએ છીએ’. અસીમ મુનીરના આવા નિવેદનની અત્યારે પાકિસ્તાની મીડિયામાં પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે.