શાહબાઝ સરકારે પાકિસ્તાનના આર્મી ચીફને આપ્યું પ્રમોશન, જાણો કોણ છે?

ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પૂર્વે પાકિસ્તાનની સેનાને ઉશ્કેરનારા આર્મી ચીફ અસીમ મુનીરનું નામ હવે અજાણ્યું રહ્યું નથી. પાકિસ્તાનની શાહબાજ સરકારની કેબિનેટે આજે સૌથી મોટો નિર્ણય લીધો છે.
આર્મી ચીફ અસીમ મુનીરને પ્રમોશન આપ્યું છે અને હવે ચીફ માર્શલ બનાવ્યા છે. પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારત સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યા પછી આતંકવાદી કેમ્પનો સફાયો બોલાવ્યા પછી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પાકિસ્તાન સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાન સરકારે અસીમ મનીરને આર્મી જનરલમાંથી પ્રમોશન આપીને ફિલ્ડ માર્શલ બનાવ્યા છે. આ અગાઉ અયુબ ખાનને ફીલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા. ફિલ્ડ માર્શલ બન્યા પછી અસીમ મુનીરની વરદી પર અયુબ ખાનના માફક હવે ફાઈવ સ્ટાર લગાવવામાં આવશે.
પાકિસ્તાનની સેનામાં ફિલ્ડ માર્શલનું પદ મોટું હોય છે. પાકિસ્તાનમાં આ અગાઉ અયુબ ખાનને ફિલ્ડ માર્સલ બનાવ્યા હતા, પરંતુ હવે પાકિસ્તાનના બીજા ફિલ્ડ માર્શલ હશે. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ સૌથી મોટો પાઠ ભણાવ્યો હતો.
આપણ વાંચો: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી
એની સાથે પાકિસ્તાની એરફોર્સના પ્રમુખનો પણ કાર્યકાળ વધારવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણય અનુસાર એર ચીફ માર્શલની નિવૃત્તિ પછી પણ આ પદે રહેશે. હાલમાં પાકિસ્તાની એર ચીફ માર્શલ જહીર અહેમદ બાબર સિદ્ધુ છે. મુનીર આમ તો આર્મીમાં નહીં હોવા છતાં આર્મી ચીફ બન્યા છે.
1986માં જિયાઉલ હકના કાર્યકાળ વખતે આર્મીમાં ભરતી કરી હતી અને પોતાની નિવૃત્તિના બે દિવસ પૂર્વે મુનીરને આર્મી ચીફ બનાવ્યા હતા. ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ મારફત મુનીરની સેનામાં ભરતી કરી હતી અને તેઓ પાકિસ્તાન મિલિટરી એકેડેમી મારફત સેનામાં આવ્યા હતા.
મુનીરના પિતા રાવલપિંડીની મસ્જિદમાં ઈમામ હતા અને મુનીરનો શરુઆતનો અભ્યાસ મદરેસામાં થયો હતો. મુનીરની પાસે હાફિઝ-એ-કુરાનની ડિગ્રી મેળવી છે અને પોતાના ગુરુ જિયાઉલને ફોલો કરે છે બ્લીડ ઈન્ડિયા વિધ થ થાઉઝન્ડ ક્ટસની નીતિને ફોલો કરે છે. ભારતમાં પુલવામા હુમલા વખતે અસીમ મુનીર આઈએસઆઈના ચીફ તરીકે કાર્યરત હતા.