આ અમેરિકન અબજોપતિ 373 અબજ ડોલરની સંપત્તિમાંથી 95 ટકા સંપત્તિ દાનમાં આપી દેશે

ન્યુ યોર્ક: ટેસ્લા અને સ્પેસ Xના માલિક ઈલોન મસ્ક પછી યુએસ ટેક કંપની ઓરેકલના સ્થાપક લેરી એલિસન (Larry Ellison) હાલમાં વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. થોડા દિવસો પહેલા ઓરેકલના શેરોમાં મોટા ઉછાળાને કારણે તેઓ થોડા સમય માટે ઈલોન મસ્કને પછાડીને પ્રથમ ક્રમે આવી ગયા હતાં, એવી શક્યતા છે, થોડા સમયમાં તેઓ ઈલોન મસ્ક કરતા વધુ ધાનાધ્ય બની શકે છે. એવામાં લેરી એલિસને એવો નિર્ણય જાહેર કર્યો છે કે તેઓ તેમની 95 ટકા સંપતિ દાન કરી દેશે.
બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, લેરી એલિસન કુલ નેટવર્થ $373 બિલિયન છે. ઓરેકલના શેરોમાં તેજીને કારણે એલિસનની સંપત્તિમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટો ઉછાળો આવ્યો છે. ઓરેકલમાં તેમનો હિસ્સો 41% છે, તેમની મોત ભાગની સંપત્તિ ઓરેકલને કારણે છે. તેમજ ટેસ્લામાં પણ તેમનો ખાસ્સો હિસ્સો છે.
આ રીતે આપશે દાન:
વર્ષ 2010 માં લેરીએ ગિવિંગ પ્લેજના ભાગ રૂપે તેમની સંપત્તિનો 95% દાન કરવાનું વચન આપ્યું હતું, અહેવાલ મુજબ હવે તેઓ આ વચનનું પાલન કરવા જઈ રહ્યા છે. જેઓ કે તેઓ કોઈ નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનને આ રકમ નહીં આપે. તેઓ એક સાથે પણ મોટી રકમ દાનમાં નહીં આપી દે. કોઈ ટૂંકા ગાળાની અસરને બદલ તેઓ લાંબા ગાળા માટે પ્રભાવ પાડવા માટે આ રકમ પોતાની યોજનાઓ અને સમય અનુસાર તેમના દાનનું કરશે.
આ સંસ્થા માટે કરે છે દાન:
સામાન્ય રીતે એલિસન જે દાન કરે છે, ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે સ્થિત ફોર પ્રોફિટ સંસ્થા, એલિસન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (EIT) માટે વાપરવામાં આવે છે. આ સંસ્થા હેલ્થ કેર, ફૂડ સેફટી, કલાઈમેટ ચેન્જ અને AI રીસર્ચ સહિત વૈશ્વિક પડકારોને પહોંચી વળવાના ઉપાયો પર કામ કરે છે. આશરે 1.3 બિલિયન ડોલર ખર્ચે તૈયાર થયેલું EITનું નવું કેમ્પસ 2027 સુધીમાં ઓક્સફર્ડમાં શરુ કરવામાં આવશે.
કેન્સર રીસર્ચ સેન્ટર શરુ કરવા યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાને 200 મિલિયન ડોલરનું દાન કર્યું હતું. તેમણે એલિસન મેડિકલ ફાઉન્ડેશનને લગભગ 1 બિલિયન ડોલરનું દાન આપ્યું હતું, જે હવે બંધ થઇ ગયું છે.
એલિસને જણાવ્યું છે કે તેઓ તેમની લગભગ બધી સંપત્તિ આખરે પરોપકારી કાર્યો માટે વાપરવા ઈચ્છે છે, પરંતુ તે પોતાની શરતો અને સમય મુજબ દાન કરશે.
આપણ વાંચો: ટિકટોકની માલિકી અંગે અમેરિકા-ચીન વચ્ચે સમજૂતી, અમેરિકાના ક્યા અબજોપતિ બની શકે નવા માલિક?