ઇન્ટરનેશનલનેશનલ

UNમાં ભારતનો ડંકો: ‘ઓપરેશન સિંદૂર’ના વખાણ, આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સ્ટાઈલ ‘અનોખી’!

ન્યૂ યોર્કઃ ભારતના શાંતિ રક્ષા પ્રયાસો અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની નીતિના સંયુક્ત રાષ્ટ્ર (UN) પણ વખાણ કરી રહ્યું છે. UN એ ભારતના આ પ્રયાસોની ભરપૂર પ્રશંસા કરી છે.

તેની સાથે જ, ગુનેગારો અને આતંકવાદીઓની જવાબદારી નક્કી કરવાની ભારતની શૈલી પણ સંયુક્ત રાષ્ટ્રને પસંદ આવી છે. આનાથી તાજેતરમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલા ભારતના ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)ની ધાક સમગ્ર વિશ્વમાં પહોંચી ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્રના ટોચના શાંતિ રક્ષક અધિકારી જ્યાં-પિયર લેક્રોઇક્સ (Jean-Pierre Lacroix) એ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં ભારતની ભૂમિકાની સરાહના કરતા કહ્યું છે કે, “ભારત માત્ર શાંતિ રક્ષાનો એક મુખ્ય સમર્થક નથી, પરંતુ તે શાંતિ રક્ષકો વિરુદ્ધ થતા અપરાધોની જવાબદારી નક્કી કરવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.

આપણ વાંચો: હુમલાનો બદલોઃ આતંકવાદીઓ સામે કાર્યવાહી માટે ભારતને રશિયાનું સમર્થન, PM Modi સાથે થઈ વા

લેક્રોઇક્સનું નિવેદન અને ભારતની ભૂમિકા

લેક્રોઇક્સે આ ટિપ્પણી ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક આંતરરાષ્ટ્રીય દિવસ (UN Peacekeepers’ International Day)ના અવસરે આયોજિત એક મીડિયા સત્ર દરમિયાન કરી હતી. તેમણે જણાવ્યું કે ફેબ્રુઆરી 2025માં ભારતે આયોજિત કરેલા પ્રથમ મહિલા શાંતિ સૈનિક સંમેલનમાં ભાગ લેવા માટે તેઓ નવી દિલ્હી આવ્યા હતા.

એક પ્રશ્નના જવાબમાં લેક્રોઇક્સે કહ્યું હા, હું ખરેખર નવી દિલ્હી અને તે સંમેલનમાં ભાગ લેવા માટે ઉત્સુક હતો. સૌથી પહેલા તો એટલા માટે કારણ કે ભારત સંયુક્ત રાષ્ટ્રની સેના અને પોલીસ દળોનું એક મહત્વપૂર્ણ યોગદાનકર્તા છે. સાથે જ, ભારત શાંતિ રક્ષા પ્રયાસોનો એક મજબૂત સમર્થક પણ છે.

આપણ વાંચો: NIA દ્વારા આતંકવાદીઓ અને ગેંગસ્ટરો સામે મોટી કાર્યવાહી કુલ 32 સ્થળોએ પાડ્યા દરોડા…

ગુનેગારોની જવાબદારી નક્કી કરવાની શૈલીની પ્રસંશા

લેક્રોઇક્સે કહ્યું કે જ્યારે ગુનેગારોની જવાબદારી નક્કી કરવાની વાત આવે છે, ત્યારે તે મામલે ભારતનો પ્રયાસ અને તેની શૈલી સૌથી અનોખી છે.

તેમણે જણાવ્યું કે, “ભારતના પુરુષો અને મહિલાઓએ શાંતિ અભિયાનોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, ભારતે શાંતિ રક્ષકો વિરુદ્ધના અપરાધોની જવાબદારી સુનિશ્ચિત કરવાની દિશામાં પણ ઘણી વખત નેતૃત્વ કર્યું છે, જે અત્યંત પ્રશંસનીય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button