માદુરો તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર હતાં, છતાં યુએસએ કર્યો હુમલો! ઈન્ટરવ્યુંમાં ખુલાસો

કરાકાસ: ગઈ કાલે શનિવારે યુનાઇટેડ સ્ટેટ્સની સેનાએ વેનેઝુએલા પર લશ્કરી કાર્યવાહી કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્નીનું અપહરણ કર્યું, ત્યાર બાદ બંનેને યુએસ લઇ જવામાં આવ્યા, જ્યાં તેમના પર નાર્કો-ટેરરીઝમના આરોપો હેઠળ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે. યુએસની આ આક્રમક કાર્યવાહીના 48 કલાક પહેલા આપેલા એક ઈન્ટરવ્યુંમાં માદુરોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પેટ્રોલિયમ વેપાર અને ડ્રગ હેરફેરના મુદ્દા અંગે ચર્ચા કરવા તૈયારી બતાવી હતી.
એક મેક્સીકન સમાચાર સંસ્થાને નિકોલસ માદુરોએ આપેલું ઈન્ટરવ્યું વેનેઝુએલાની સરકારી ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. ઈન્ટરવ્યુંમાં માદુરોએ કહ્યું કે વેનેઝુએલા અને અમેરિકાએ તથ્યો સામે રાખીને ગંભીરતાથી ચર્ચા કરવાની જરૂર છે.
ટ્રમ્પે માત્ર એક જ વાર વાત કરી:
માદુરોએ એમ પણ જણાવ્યું કે ટ્રમ્પે તેમની સાથે માત્ર એક જ વાતચીત કરી હતી. માદુરોએ કહ્યું હતું, “અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 નવેમ્બરના રોજ વ્હાઇટ હાઉસથી મને ફોન કર્યો હતો… અમે દસ મિનિટ વાત કરી હતી, અને તેમણે ખૂબ જ આદરપૂર્ણ વાતચીત કરી હતી”
માદુરોએ એમ પણ કહ્યું હતું કે વેનેઝુએલાએ યુએસ સરકારને ઘણી વખત જણાવ્યું છે કે તેઓ તેઓ ડ્રગ ટ્રાફિકિંગ સામે લડવા માટે કરાર પર ગંભીરતાથી ચર્ચા કરવા ઇચ્છતા હો તો અમે તૈયાર છીએ. જો તેઓ પેટ્રોલિયમ ઇચ્છતા હોય, તો વેનેઝુએલા યુએસના રોકાણનું સ્વાગત કરે છે, જ્યારે પણ તેઓ ઇચ્છે, જ્યાં પણ ઇચ્છે, અને તેમને ગમે તે રીતે.
ટ્રમ્પના પેટ્રોલિયમ પર નજર:
સામાન્ય રીતે બે દેશો વચ્ચેના મુદ્દા પહેલા વાતચીતના માધ્યમથી ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આ દર્શાવે છે કે ટ્રમ્પ વાતચીતથી કોઈ મુદ્દા ઉકેલવા ઇચ્છતા ન હતાં, તેઓ વેનેઝુએલા પર મીલીટરી હુમલો કરીને, ત્યાંના પેટ્રોલિયમ સોર્સનો કબજો યુસ કંપનીઓનો સોંપવા ઈચ્છે છે.
માદુરોએ ચિંતા વ્યક્ત કરી હતી:
અગાઉ જ્યારે યુએસએ વેનેઝુએલા પર પ્રતિબંધો અને ટેરીફ લાદ્યો ત્યારે પણ માદુરોએ પણ યુએસના ઈરાદા અંગે સવાલ કર્યા હતાં, તેમણે ચિંતા વ્યક્ત કહ્યું હતું કે આ વેનેઝુએલાના વિશાળ કુદરતી સંસાધનો પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ છે.
આગાઉના એક ઈન્ટરવ્યુંમાં માદુરોએ કહ્યું હતું કે “યુસનો ઈરાદો શું છે? વેનેઝુએલાનું બધુ પેટ્રોલિયમ,સોનું, દુર્લભ ખનીજો હડપ કરવાનો?”
માદુરોએ ડ્રગ-ટ્રાફિકિંગના આરોપો અંગે યુએસના આરોપો નકારી કાઢ્યા હતાં, તેમણે કહ્યું કે દેશ કોલંબિયામાંથી વેનેઝુએલામાં કોકેન દાણચોરી કરવામાં આવે છે, વેનેઝુએલા ડ્રગ સામે મજબુત કાર્યવાહી કરી રહ્યું છે.
આ પણ વાંચો…યુએસથી નિકોલસ માદુરોનો પહેલો વિડીયો: પત્ની સાથે ફેડરલ કસ્ટડીમાં કેદ



