નેપાળમાં હવે રાજકીય સંકટ: કેબિનેટ મિટિંગમાં ગૃહ પ્રધાને આપ્યું રાજીનામું

કાઠમંડુ, નેપાળઃ નેપાળમાં ચાલી રહેલા Gen-Z આંદોલન મામલે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. નેપાળના ગૃહપ્રધાન રમેશ લેખકે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. મળતી વિગતો પ્રમાણે સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામેના હિંસક વિરોધ પ્રદર્શનોમાં થયેલા મૃત્યુની નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગૃહપ્રધાન રમેશ લેખકે કેબિનેટ બેઠકમાં તેમણે નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.
તૈનિક જવાબદારી સ્વીકારી ગૃહપ્રધાને રાજીનામું આપી દીધું
પ્રદર્શન કરી રહેલા લોકો સામે સેનાઓ કે કાર્યવાહી કરી તેમાં 20થી વધારે લોકોનું મોત થયું છે. જેથી અંગે ગૃહપ્રધાન રમેશ લેખકે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને પદ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. નેપાળના અનેક મોટા શહેરમાં અત્યારે આંદોનલ ચાલી રહ્યું છે. આ દરમિયાન 20 લોકોનું મોત થયું અને 250થી વધારે લોકોને ઇજાઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. નેપાળ સરકારે 26 જેટલી સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે નેપાળના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યાં છે.
આ પ્રદર્શનને Gen-Z Revolutionનું નામ આપવામાં આવ્યું
આંદોલનની વાત કરવામાં આવે તો, આને Gen-Z Revolutionનું નામ આપવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસ, પાણીના તોપ અને ગોળીબારનો સહારો લીધો. આ પ્રદર્શન માટે આજે કેબિનેટની બેઠખ મળી હતી. જેમાં નાણાં પ્રધાન વિષ્ણુ પૌડેલ, વિદેશ પ્રધાન અર્જુન રાણા દેઉબા અને સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલ હાજર રહ્યા હતા. આંદોલન એટલું ઉગ્ર છે કે, નેપાળની રાજધાની કાઠમંડુમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. આ સાથે સાથે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ રહેશે અને બધી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.
વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા પર દબાણ વધ્યું
નેપાળમાં અત્યારે સ્થિતિ એટલી ખરાબ છે કે, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા અંગે પણ રાજકીય દબાણ વધી રહ્યું છે. RSP મહાસચિવ કબીન્દ્ર બુર્લાકોટીએ જનરલ-ઝેડ વિરોધીઓ પર સરકારની ‘ક્રૂર કાર્યવાહી’ની નિંદા કરી અને દેશમાં નવેસરથી રાષ્ટ્રીય ચૂંટણીઓની માંગણી કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ છે કે, શું નેપાળમાં સત્તા પલટો થવાનો છે? જો આવું થાય છે તો, નેપાળની સ્થિતિ વધારે ખરાબ બની શકે છે.
આ પણ વાંચો…..નેપાળ ‘બાંગ્લાદેશ’ના માર્ગેઃ બળવો હિંસક બનતા મૃત્યુઆંક વધ્યો, આર્મીએ મોરચો સંભાળ્યો