ટ્રમ્પ ‘મનમાની’ કરવાની નીતિ, પણ ભારતના કિસ્સામાં… નાટોના સલાહકારે આપ્યું નિવેદન

નવી દિલ્હી/બ્રસેલ્સ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરના આર્થિક અને રાજકીય વર્તુળોમાં પણ તીવ્ર ટીકાનો ભોગ બની રહી છે.
આ મુદ્દે અમેરિકન રાજકારણીઓ અને નિષ્ણાતો પણ ટ્રમ્પની નીતિને વખોડી રહ્યા છે ત્યારે નાટો (North Atlantic Treaty Orgaization)ના સલાહકાર એફ. ક્રિસ્ટલ કૌરે આ નીતિને ‘પાવર પ્લે’ની સ્ટાઈલ છે અને કોઈના પર દબાણ કરવાની નીતિ છે, પરંતુ સફળ થશે નહીં.
ટ્રમ્પના આ નિર્ણયથી નિરાશા મળી
આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રોના જણાવ્યાનુસાર એફ. ક્રિસ્ટલ કૌરે ભારતીય સામાન પર 50% ટેરિફ લાદવાના નિર્ણયની ટીકા કરી છે. એફ. ક્રિસ્ટલ કૌરે જણાવ્યું છે કે ડૉનાલ્ડ ટ્રમ્પનું આ પગલું માત્ર વેપારને જ નહીં, પરંતુ ભારત-અમેરિકાના સંબંધોને પણ નકારાત્મક રીતે અસર કરશે.
હું ટ્રમ્પના આ નિર્ણયથી નિરાશ છું. આનાથી બંને દેશો વચ્ચે અવિશ્વાસ ઊભો થશે. ખાસ કરીને ત્યારે જ્યારે આ સંબંધોને મજબૂત બનાવવામાં દાયકાઓનો સમય લાગ્યો છે.
આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફની અસર, વોલમાર્ટ, એમેઝોન સહિતની કંપનીઓએ ભારતના ઓર્ડર રોક્યા, કેટલું થશે નુકસાન ?
દબાણ કરવાનો બહુ પ્રભાવ પડશે નહીં
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને બરાક ઓબામાએ આ સંબંધોને મજબૂત કરવામાં વર્ષો મહેનત કરી હતી, પરંતુ ટ્રમ્પની આ નીતિ આ મહેનત પર પાણી ફેરવી શકે છે.”
નાટોના સલાહકાર ક્રિસ્ટલ કોરે જણાવ્યું કે, “મને લાગે છે કે, આ ટ્રમ્પની પાવર પ્લે સ્ટાઈલ છે. ભારતને પોતાની વાત મનાવવા માટે મજબૂર કરવું સાથોસાથ જાપાન સહિત અન્ય દેશો પર પણ દબાણ કરવું. પરંતુ મને લાગે છે કે, તેનો બહુ પ્રભાવ પડશે નહીં.”
આપણ વાંચો: ‘ટેરિફ’ના કાવાદાવા સામે ‘ઝૂકેગા નહીં સાલા’: વિરોધી દેશની યાદીમાં ભારત સામેલ
ચીન પર વધારે ટેરિફ કેમ નહીં?
રશિયામાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત માઈકલ મેકફોલે પણ ટ્રમ્પના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. માઈકલ મેકફોલે અમેરિકાના પ્રશાસન પર સવાલ કરતા જણાવ્યું હતું કે, “ટ્રમ્પ ભારતીય સામાન પર 25 ટકા ટેરિફ કેમ લગાવી રહી છે, કારણ કે ભારત રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરે છે.
પરંતુ ચીનના સામાન પર આવું કેમ કરવામાં આવ્યું નથી. ચીન તો વધારે માત્રામાં રશિયન ક્રૂડ ઓઇલની આયાત કરે છે. તેનું કોઈ સ્પષ્ટિકરણ નથી. શું કોઈ ટ્રમ્પ પ્રશાસનમાં કોઈની પાસેથી આનું સ્પષ્ટિકરણ માંગી શકે છે?”
આપણ વાંચો: યુએસ ટેરિફ વિવાદ: પીએમ મોદીના ‘ખેડૂતોના હિત’ના વચન પછી ઉદ્ધવે 2020-21ની યાદ અપાવી
અમેરિકન ગ્રાહકોને જ નુકસાન થશે
યુરોપ પૈકીના મુખ્ય અર્થશાસ્ત્રી અને વૈશ્વિક રણનીતિકાર પીટર શિફે આ ટેરિફના ગંભીર આર્થિક પરિણામોની ચેતવણી આપી છે. શિફના મતે, ભારતીય આયાત પર 50% ટેરિફ લાદવાથી અમેરિકન ગ્રાહકોને જ નુકસાન થશે. તેમણે જણાવ્યું કે, “ભારતની આયાત પર 50 ટકા ટેરિફ લાગશે. ટ્રમ્પ આખરે અમેરિકના ગ્રાહકોને એક કાગળ પરના વાઘરૂપે રજૂ કરી શકે છે.
ડૉલરના મૂલ્યમાં થયેલો ઘટાડો અમેરિકાને ગરીબ બનાવી દેશે. પરંતુ વિદેશી ગ્રાહતો ખાસ કરીને બ્રિક્સ દેશોને સમૃદ્ધ બનાવશે. આખરે, આ નીતિ વૈશ્વિક બજારમાં અમેરિકાના ગ્રાહકોના પ્રભુત્વને સમાપ્ત કરશે અને ઉભરતા બજારોના ગ્રાહકોનું મહત્વ વધારશે.