તુર્કી એરપોર્ટ પર 45 કલાક રોકાયા બાદ મુંબઈ પહોંચી ફલાઈટ, મુસાફરોને પડી આ હાલાકી…

નવી દિલ્હી : લંડનથી 2 એપ્રિલના રોજ મુંબઈ માટે રવાના થયેલી ભારતીયો સહિત 250 મુસાફરો સાથેની વર્જિન એટલાન્ટિકની ફ્લાઇટ તુર્કીના દિયાર બાકીર એરપોર્ટ પર 45 કલાકથી વધુ સમય સુધી રોકાયા બાદ 4 એપ્રિલના રોજ મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. જેમાં એક મુસાફરને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોવાથી ફ્લાઇટને 2 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ તુર્કીના દિયારબાકીર એરપોર્ટ પર અનિશ્ચિત ઉતરાણ કરવાની ફરજ પડી હતી. જો કે, ફ્લાઇટ 3 એપ્રિલના રોજ સવારે 1:40 વાગ્યે મુંબઈ પહોંચવાની અપેક્ષા હતી.
મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
જોકે, આ દરમિયાન આ ફ્લાઇટ અંદાજે 45 કલાક સુધી એરપોર્ટ રહી.તેમજ એરલાઈન્સ અને એરપોર્ટ ઓથોરીટીની અપૂરતી સુવિધાના લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે તેમને કલાકો સુધી એક નાના વિસ્તારમાં બેસાડવામાં આવ્યા હતા. જ્યારે ક્રૂને ઉતર્યા પછી એક હોટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે મુસાફરો ધાતુની ખુરશીઓ પર બેસવા મજબૂર બન્યા હતા. તેમજ એક જ શૌચાલયનો ઉપયોગ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: અમેરિકામાં વાવાઝોડાથી સાત લોકોના મોત, ભારે વરસાદ અને પૂરની આગાહી
ભારતીય કોન્સ્યુલેટની દખલગીરીથી સ્થિતિ સુધરી
આ દરમિયાન મુસાફરોએ 26 કલાક બાદ તુર્કીમાં ભારતીય કોન્સ્યુલેટનો સમયસર હસ્તક્ષેપ કરીને તેમને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ આભાર માન્યો હતો. તેમજ લખ્યું કે, “આખરે, તુર્કીમાં ભારતીય કોન્સ્યુલેટની દખલગીરીને કારણે તેવો 26 કલાક સુધી ધાતુની ખુરશીઓ પર બેસવા અને ફક્ત એક જ શૌચાલય શેર કરવાની કઠિન પરિસ્થિતિમાંથી બહાર આવ્યા. તેની બાદ સારું ભોજન અને હોટેલમાં રોકાણ આપવામાં આવ્યું હતું. દિયારબાકીર એરપોર્ટ દક્ષિણ-પૂર્વ તુર્કીમાં મર્યાદિત સુવિધાઓ સાથેનું એક નાનું લશ્કરી એરપોર્ટ છે.