ઇન્ટરનેશનલનેશનલ

મુઇઝ્ઝુના બદલાયા સૂર, સંબંધોમાં કડવાશ વચ્ચે ભારતને પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ

છેલ્લા ઘણા સમયથી ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં કડવાશ છવાયેલી છે, એવામાં આજે ભારતના 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે માલદીવ્સના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી નિવેદન જાહેર કરીને ભારતને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

નિવેદનમાં માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને પીએમ મોદીને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી છે, અને જણાવ્યું છે કે માલદીવ્સ અને ભારતના સંબંધો સદીઓ જૂના છે.તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પરસ્પર સન્માનની ભાવના પર ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના લક્ષદ્વીપના પ્રવાસ બાદ માલદીવ્સની સરકારના 3 ઉપમંત્રીઓએ પીએમ મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસની જે તસવીરો મૂકી હતી તેના પર આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. જેને પગલે સોશિયલ મીડિયા પર તેમની ભારે વગોવણી થઈ હતી. બોયકોટ માલદીવ્સ નામનું એક આખું કેમ્પેઇન ચાલ્યું હતું. માલદીવ્સની સરકારે દબાણમાં આવીને ત્રણેય ઉપમંત્રીઓને બરખાસ્ત કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

આ ઉપરાંત ચીનના પ્રવાસેથી પરત ફર્યા બાદ મોહમ્મદ મુઇઝ્ઝુએ તેમના ભાષણમાં કહ્યું હતું કે અમે ભલે નાનકડો દેશ હોઈએ પણ અમને દબાવવાનું લાયસન્સ કોઈની પાસે નથી. આ નિવેદનમાં તેમણે કોઈનું નામ લીધું નહોતું પરંતુ એવું માનવામાં આવે છે કે ઈશારો ભારત તરફનો જ હતો.

માલદિવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ દિલ્હી સ્થિત વિદેશખાતાને પત્ર લખીને માલદિવ્સના સમુદ્રમાંથી ભારતીય લશ્કરને સૈનિકો હટાવવાની માગણી કરી હતી. મુઇઝ્ઝુએ વિદેશ મંત્રાલયને 15 માર્ચ સુધીમાં લશ્કર હટી જવું જોઈએ તેવું અલ્ટિમેટમ આપ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button