મોરક્કોમાં મોટી દુર્ઘટના: ચાર માળની બે ઇમારત ધરાશાયી થતાં 19 લોકોનાં મોત

ફેસ (મોરક્કો): મોરક્કોના એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોરક્કોના બીજા સૌથી મોટા શહેર ફેસમાં ચાર માળની 2 ઇમારત ધરાશાયી થઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ દુર્ઘટનામાં 19 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે 16થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઘાયલોને સારવાર માટે સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ બે ઇમારતમાં આઠ પરિવારો રહેતા હતાં તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે સુરક્ષા દળો દ્વારા અહીં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઇમારતોના કાટમાળ નીચે હજી પણ અનેક લોકો દટાયેલા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઇમારત શા માટે ધરાશાયી થઈ તેની તપાસ કરાશે
મોરક્કોની આ મોટી દુર્ઘટના મામલે અધિકારીઓનું કહેવું છે કે, અત્યારે આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ સાથે બચાવ અને રાહત કાર્ય પણ શરૂ કરાયું છે. કાટમાળ નીચે લોકો હજી પણ દટાયેલા છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ ઇમારત શા માટે ધરાશાયી થઈ તે મામલે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અત્યારે કેટલા લોકો લાપતા છે તેનો પણ હજી અંદાજ લગાવી શકાયો નથી. અનેક લોકો લાપતા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા પણ આ શહેરમાં એક ઇમારત ધરાશાયી થઈ હતી, તેમાં 10 લોકોના મોત થયાં હતાં, જેથી આ ઇમારતને પણ જર્જરિત હોવાના કારણે ખાલી કરાવવાની હતી, પરંતુ તે પહેલા જ આ દુર્ઘટના સર્જાઈ છે.
આ પણ વાંચો : રશિયાએ યુક્રેન પર કર્યો 653 ડ્રોન અને 51 મિસાઇલથી મોટો હુમલો
ફેસ મોરક્કોનું બીજું સૌથી મોટું શહેર
ફેસ મોરક્કોનું બીજું સૌથી મોટું શહેર છે. મહત્વની વાત એ છે કે, આ મહિનામાં આફ્રિકા કપ ઓફ નેશન્સ અને 2030 ફિફા વિશ્વકપનું આયોજન થવાનું છે, તેમાંનું એક શહેર છે. આ શહેર ઐતિહાસિક ઓળખ પણ રહેલી છે, કારણ કે મધ્યયુગની દીવાલો તેની બજારો અને ચામડા રંગવાની દુકાનો માટે આ ફેસ શહેર વિશ્વભરમાં ખૂબ જ વિખ્યાત છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પ્રવાસે પણ આવતા રહે છે. પ્રવાસન શહેર છે તેની સાથે સાથે આ શહેરની એક બીજી ઓખળ પણ છે. દેશના સૌથી ગરીબ શહેરી કેન્દ્રમાં ફેસ શહેરનું પણ નામ આવે છે.



