ટેરીફ વોર વચ્ચે ભારતને વધુ એક ઝટકો! મૂડીઝે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડ્યો

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) નવી ટેરિફ પોલિસી લાગુ કરીને વિશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ (Tariff Policy) મચાવી દીધો છે, જો કે ભારત સહીત કેટલાક દેશોને ટેરીફમાંથી રાહત આપવામાં આવી પણ વૈશ્વિક વેપારમાં હજુ અનિશ્ચિતતા છે. જેને કારણે ભારતને ઉદ્યોગોને માઠી અસર થવાની ભીતિ છે. આર્થિક વિકાસના મોરચે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ફાઈનાન્સિયલ સર્વિસ આપતી પ્રતિષ્ઠિત કંપની મૂડીઝ એનાલિટિક્સે (Moody’s Anlitics) કેલેન્ડર વર્ષ 2025 માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિનો અંદાજ 30 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6.1 ટકા કર્યો છે. ડાયમંડ, મેડિકલ ઈક્વિપમેન્ટ અને કાપડ ઉદ્યોગો પર યુએસના સંભવિત ટેરિફને ધ્યાનમાં રાખીને વૃદ્ધિનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે.
મૂડીઝ રેટિંગ્સના યુનિટ મૂડીઝ એનાલિટિક્સે જણાવ્યું હતું કે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ભારતમાંથી થતી આયાત પર 26% ડ્યુટી લાદવાથી વેપાર સંતુલન પર મોટી અસર પડશે. મૂડીઝ એનાલિટિક્સે મોટાભાગના ટેરિફ પર 90 દિવસનો મોરેટોરિયમ અને 10 ટકાના રિપ્લેસમેન્ટ રેટની ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે એપ્રિલની તેની બેઝલાઇન એ દર્શાવે છે કે ટેરિફ સંપૂર્ણ અમલમાં આવશે આર્થિક નુકસાન તહી શકે છે.
મૂડીઝ એનાલિટિક્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલા ટેક્સ બેનીફીટથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને અન્ય જોખમ લેનારા અર્થતંત્રોની તુલનામાં ટેરિફની અસર ઓછી થશે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો યુ ટર્ન, ચીન સિવાય અન્ય દેશોને ટેરિફમા 90 દિવસની રાહત, શેરબજારોમાં તેજી…
RBI હજુ પણ રેપો રેટ ઘટાડશે:
નોંધનીય છે કે APPC ની બેઠક બાદ RBI એ મોનેટરી પોલિસીમાં ફેરફાર કર્યો હતો. RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. આ પછી, હાલમાં RBIનો રેપો રેટ 6 ટકા છે. આ સાથે, RBI એ નાણાકીય વર્ષ 2026 માટે ફુગાવાનો અંદાજ ઘટાડીને 4 ટકા કર્યો છે.
મૂડીઝે વધુમાં જણાવ્યું કે, એકંદર ફુગાવો (Gross Inflation) સારી ગતિએ ઘટી રહ્યો હોવાથી, એવી અપેક્ષા છે કે ભવિષ્યમાં પણ RBI રેપો રેટ ઘટાડશે, જે કદાચ 0.25% ના ઘટાડાના રૂપમાં હશે. આનાથી વર્ષના અંત સુધીમાં પોલિસી રેટ 5.75% પર રહેશે.