સઉદી અરેબિયામાં મેસ્સી અને રોનાલ્ડોની ટક્કર, ક્યારે થશે જાણો?

ફોર્ટ લોડરડેલ (અમેરિકા): વિશ્વના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમો સઉદી અરેબિયામાં પહેલી ફેબ્રુઆરીના રોજ આમને સામને ટકરાશે. વિશ્વભરના ફૂટબોલ ચાહકો આ મેચની રાહ જોઇ રહ્યા છે.
મેસ્સીની ટીમ ઈન્ટર મિયામીએ સોમવારે પુષ્ટી કરી હતી કે તે સાઉદી અરેબિયામાં રિયાદ સીઝન કપ રમશે.
તેની મેચ 29 જાન્યુઆરીએ અલ હિલાલ અને 1 ફેબ્રુઆરીએ રોનાલ્ડોની ટીમ અલ નાસર સામે રમાશે. આ બંને ક્લબ સાઉદી પ્રો લીગમાં ટોચ પર છે અને રોનાલ્ડોએ લીગમાં સૌથી વધુ ગોલ કર્યા છે.
ઇન્ટર મિયામીના સ્પોર્ટિંગ ડિરેક્ટર ક્રિસ હેન્ડરસને કહ્યું હતું કે આ મેચો અમને નવી સીઝનની તૈયારી કરવામાં મદદ કરશે. અમને અલ હિલાલ અને અલ નાસર જેવી મજબૂત ટીમો સામે તૈયારી કરવાની તક મળશે.
મેસ્સી અને રોનાલ્ડો ક્લબ અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 35 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાંથી મેસ્સીની ટીમ 16 અને રોનાલ્ડોની ટીમ 10 મેચ જીતી છે, જ્યારે નવ મેચ ડ્રો રહી હતી. આ મેચોમાં મેસ્સીએ 21 ગોલ કર્યા જ્યારે રોનાલ્ડોએ 20 ગોલ કર્યા છે. મેસ્સી અને રોનાલ્ડો પણ અનુક્રમે બાર્સેલોના અને રિયલ મેડ્રિડ માટે ઘણી વખત સામસામે ટકરાઇ ચૂક્યા છે.