ઇન્ટરનેશનલ

અદિયાલા જેલમાં ઇમરાન ખાનને મળી બહેન: કહ્યું આરોગ્ય ઠીક, પણ માનસિક ત્રાસ અપાય છે…

રાવલપિંડીઃ પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અને કારાવાસની સ્થિતિને લઈને ચાલી રહેલી લાંબી અટકળો અને સોશિયલ મીડિયા પરની ચર્ચા પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે. ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઇમરાન ખાનને તેની બહેન ડો. ઉઝમા ખાન સાથે મુલાકાત કરવાની મંજૂરી મળી છે. છેલ્લા લગભગ એક મહિનાથી કોઈ પણ પારિવારિક સભ્યને ઇમરાન ખાનને મળવાની પરવાનગી નહીં હોવાને કારણે તેમના સ્વાસ્થ્ય વિશે વિવિધ અફવાઓ ફેલાઈ રહી હતી, જેને લઈને આજે તેમના સમર્થકોએ પાકિસ્તાનના રસ્તાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા.

બહેન ડો. ઉઝમા ખાનની મુલાકાતને પગલે પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇમરાન ખાનના સ્વાસ્થ્ય પરની ચિંતાઓ શાંત થઈ છે. મુલાકાત બાદ ડો. ઉઝમાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇમરાન ખાન સ્વાસ્થ્ય ઠીક છે, પરંતુ તેમને એકાંત કેદમાં રાખવામાં આવ્યા છે અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ડો. ઉઝમાએ એ પણ જણાવ્યું કે ઇમરાન ખાન ખૂબ જ ગુસ્સામાં છે અને તેમણે આ બધી પરિસ્થિતિ માટે પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરને જવાબદાર ગણાવ્યા છે.

આ પણ વાચો : ઇમરાન ખાનને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, છતાં જેલમાં રહેવું પડશે; જાણો કેમ

ઇમરાન ખાનની આ મુલાકાત દરમિયાન પાકિસ્તાન પંજાબ સરકારે રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. અદિયાલા જેલ બહાર આઠ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેશન હાઉસ ઓફિસર્સ (SHOs) અને વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

સમગ્ર અદિયાલા રોડ પર રાવલપિંડી પોલીસનો મોટો કાફલો તૈનાત હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આઠ કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો હતો, શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા હતા, અને આ વિસ્તારના રહેવાસીઓને પણ ફક્ત ID કાર્ડ બતાવ્યા પછી જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાચો : પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન 11 જૂને જેલમાંથી મુક્ત થવાની શક્યતા

ભૂતપૂર્વ વડા પ્રધાનને લઈને ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે એક અન્ય મોટા સમાચાર પણ જોર પકડી રહ્યા છે. એવી અટકળો છે કે ખૈબર પખ્તૂનખ્વામાં ઇમરાન ખાનની પાર્ટી (PTI)ની સરકારને બરતરફ કરીને રાજ્યપાલ શાસન (Governor’s Rule) લાગુ કરવામાં આવી શકે છે. આ અટકળોનું કારણ એ છે કે ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી ઇમરાન ખાનને મુક્ત કરાવવાના પ્રદર્શનમાં ભાગ લીધો હતો તેમ જ આ વાતને કેન્દ્રીય સ્તરે ઉઠાવ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button