આ અઠવાડિયે 1,50,000 યુએસ ફેડરલ કર્મચારીઓ રાજીનામું આપશે; જાણો શું છે કારણ...
ઇન્ટરનેશનલ

આ અઠવાડિયે 1,50,000 યુએસ ફેડરલ કર્મચારીઓ રાજીનામું આપશે; જાણો શું છે કારણ…

વોશિંગ્ટન ડીસી: આ અઠવાડિયે યુએસના 1,50,000 થી વધુ ફેડરલ કર્મચારીઓ રાજીનામું આપી શકે છે, જે ઇતિહાસમાં સૌથી મોટું સામુહિક રાજીનામું હશે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પે જાન્યુઆરી મહિનામાં રજુ કરેલા બાયઆઉટ પ્રસ્તાવમાં એક્ઝિટ પ્રોગ્રામ પસંદ કર્યું હોય, તેવા કર્મચારીઓના સત્તાવાર રાજીનામા મંગળવારથી શરૂ થશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેડરલ યુએસ વર્ક ફોર્સ ઘટાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. બાયઆઉટ પ્રોગ્રામ હેઠળ ચોક્કસ એજન્સીઓમાં 70% સુધી સ્ટાફ ઘટાડવા અને કુલ 23 લાખ ફેડરલ સિવિલ વર્ક ફોર્સ ઘટાડવાના પ્રયાસ છે.

ટ્રમ્પે 28 જાન્યુઆરી, 2025ના રોજ બાયઆઉટ પ્લાન રજુ કર્યો હતો, જેને સ્વીકારવા માટે અંતિમ તારીખ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયા સુધી નક્કી કરવામાં આવી હતી. જે ફેડરલ કર્મચારીઓએ પ્રોગ્રામ સ્વીકાર્યો તેમને સપ્ટેમ્બર 2025 ના અંત સુધી કામ કરવાની ફરજ પાડ્યા વિના, તેમના નિયમિત પગાર અને અન્ય લાભોનું વચન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને રાજીનામુ આપવાનું રહેશે.

ફેડરલ સરકારના હ્યુમન રિસોર્સ(HR) કાર્યાલય અનુસાર, ઘણા કર્મચારીઓએ મહિનાઓ પહેલા તેમની એજન્સીઓ છોડી ગયા હતા અને ત્યારથી તેઓ પગાર સાથેની રજા પર છે.

યુએસ ફેડરલ HRના વડાના જણવ્યા મુજબ કર્મચારીઓને નોકરી છોડવા માટે બાયઆઉટ, ફાયરીંગ અને અન્ય ઇન્સેન્ટીવના વિકલ્પો આપવામાં આવ્યા હતાં. ટ્રમ્પ વહીવટીતંત્ર આ વર્ષના અંત સુધીમાં લગભગ 300,000 કર્મચારીઓ ઓછા કરવાનો લક્ષ્ય રાખી રહ્યું છે, મતલબ કે વર્ષના અંત સુધીમાં ફેડરલ કાર્યબળમાં ફેબ્રુઆરી કરતા 12.5 ટકાનો ઘટાડો થશે.

આ પણ વાંચો…અમેરિકામાં ‘શટડાઉન’ના એંધાણ: ડેમોક્રેટ્સ vs રિપબ્લિકન્સના મતભેદોથી ‘મંદી’નું સંકટ?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button