'ઓપરેશન સિંદૂર'માં બરબાદ થયેલું જૈશ-એ-મોહમ્મદ મહિલાઓની કરશે ભરતીઃ મસૂદ અઝહરની બહેન કરશે નેતૃત્વ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

‘ઓપરેશન સિંદૂર’માં બરબાદ થયેલું જૈશ-એ-મોહમ્મદ મહિલાઓની કરશે ભરતીઃ મસૂદ અઝહરની બહેન કરશે નેતૃત્વ

કરાચીઃ ભારતના દોસ્ત કરતા દુશ્મનો વધારે છે, કેટલાય એવા આંતકી સંગઠનો છે જે ભારતમાં અશાંતિ ફેલાવવા માટે સતત પ્રવૃત્ત રહેતા હોય છે. આવું જ એક સંગઠન જૈશ-એ-મોહમ્મદ પણ હવે વધારે સક્રિય થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પહેલી વખત મહિલાને જોડવાની જાહેરાત કરી છે. આવું પહેલી વખત થઈ રહ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદ હવે મહિલા સંગઠન પણ બનાવાશે.

જૈશ-એ-મોહમ્મદમાં મહિલાને સાથે રાખવા પ્રતિબંધ

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને શોધી શોધીને ઠાર કર્યાં હતાં. ઓપરેશર સિંદૂર વખતે ભારતે જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને પણ ધ્વસ્ત કર્યાં હતાં. જૈશ-એ-મોહમ્મદ જે મસૂદ અઝહર નેતૃત્વમાં આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય છે તેમાં મહિલાને સાથે રાખવા પર પ્રતિબંધ હતો.

પરંતુ હવે જૈશ-એ-મોહમ્મદ તેમાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યું છે. જો કે, પ્રશ્ન એ થાય છે કે, જૈશ-એ-મોહમ્મદ શા માટે મહિલાને આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય કરવાની યોજવાની બનાવી રહ્યું છે.

આપણ વાંચો: જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ બિહારમાં ઘૂસ્યા, સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ

આ આતંકી સંગઠનમાં મહિલાઓને ભરતી કરાશે

મળતા અહેવાલો પ્રમાણે આ આતંકવાદી જૂથે બુધવારે જમાત-ઉલ-મોમિનતની રચના દ્વારા તેની રણનીતિમાં ફેરફારની જાહેરાત કરી હતી. જેથી હવે આતંકી સંગઠનમાં મહિલાઓને પણ ભરતી કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ બહાવલપુર આવેલા મરકઝ ઉસ્માન-ઓ-અલીથી મહિલાઓની ભરતી શરૂ પણ કરી દેવામાં આવી છે. આનું નેતૃત્વ મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર કરશે તેવું પણ જાણવા મળ્યું છે.

નેતૃત્વ મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર કરશે

ભારતે ઓપરેશન સિંદૂર વખતે જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મથક મરકઝ સુભાનલ્લાહમાં હુમલો કરીને અઝહરની બહેન સાદિયા અઝહરના પતિ યૂસૂફ અઝહરને ઠાર માર્યો હતો. જેથી સાદિયા અઝહર બદલાની ભાવનાથી પણ આમાં જોતરી હશે તેવી આંશકાઓ છે.

જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરોની પત્નીઓ સાથ બહાવલપુર, કરાચી, મુઝફ્ફરાબાદસ કોટલી, હરિપુર અને મનસેહર કેન્દ્રોમાં ભણતી મહિલાઓ જે આર્થિક રીતે કમજોર છે તેમની આ સંગઠનમાં ભરતી કરવામાં આવી રહી છે.

આપણ વાંચો: રિકા પહોંચેલું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ આંતકવાદ મુદ્દે ઘેરાયું, બેડ શેરમને કહ્યું જૈશ-એ-મોહમ્મદને ખતમ કરો

આ આતંકી સંગઠનોમાં પહેલાથી જ મહિલાઓની ભરતી

અન્ય આતંકી સંગઠનોની વાત કરવામાં આવે તો ISIS, બોકો હરામ, હમાસ અને LTTE જેવા આતંકવાદી જૂથો મહિલાઓની ભરતી કરતા આવ્યાં છે, આવા સંગઠનોમાં અનેક મહિલાઓ કામ કરી રહી છે.

પરંતુ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી જૂથોમાં મહિલાઓને લશ્કરી પ્રવૃત્તિઓમાં જોડવા પર પ્રતિબંધ હતો. ભારતમાં થયેલા મોટા ભાગના આતંકી હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું નામ પહેલા આવે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button