દક્ષિણ એશિયા ક્ષેત્રને અસ્થિર કરવાનું કાવતરું! નેપાળમાં આરાજકતા અંગે કોંગ્રેસ નેતાનો મોટો દાવો

નવી દિલ્હી: નેપાળમાં ભ્રષ્ટાચાર મામલે યુવાનોએ સરકાર સામે બળવો પોકાર્યો (Uprising in Nepal) છે, સતત બે દિવસ હિંસા અને તોડફોડ બાદ મંગળવારે વડાપ્રધાન કે પી ઓલી(K P Sharma Oli)એ રાજીનામું આપ્યું હતું.
રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે, આમ છતાં દેશમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે. એવામાં કોંગ્રેસ પાર્ટીના સાંસદ મનીષ તિવારી(Manish Tiwari)એ નેપાળમાં સત્તાના પતન માટે બાહ્ય પરિબળોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે.
એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા મનીષ તિવારીએ કહ્યું કે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે બાંગ્લાદેશમાં જે બન્યું અને હવે નેપાળમાં જે ઘટી રહ્યું છે, તે માત્ર એક સંયોગ છે એવું માનવું અત્યંત મૂર્ખામીભર્યું ગણી શકાય.
આપણ વાંચો: નેપાળની જેન ઝી પ્રોટેસ્ટને દુનિયા કઈ રીતે જોઈ રહી છે, જાણો મીડિયા અહેવાલો વિશે
કોઈએ નેપાળના યુવાનોને ઉસ્કેર્યા?
મનીષ તિવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “શું નેપોકિડ્સ સ્વયંભૂ રીતે એકઠા થયા કે આ બધું પ્રાયોજિત હતું. બેરોજગારી અને આવકની અસમાનતા સામે ઝઝૂમી રહેલી જેન-ઝી પેઢીને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે અવાજ ઉઠાવવા કોઈએ પ્રરણા આપી? એક સોશિયલ મીડિયા ઝુંબેશે ફરી એકવાર દક્ષિણ એશિયાના દેશની સરકારને ઉથલાવી દીધી છે. પહેલા બાંગ્લાદેશ, હવે નેપાળ, હવે પછી કોણ?
આ સંયોગ માત્ર નથી?
એક ઈન્ટરવ્યુંમાં મનીષ તિવારીએ કહ્યું, કે દક્ષિણ એશિયા ક્ષેત્ર ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દક્ષિણ એશિયાના તમામ દેશોએ અત્યંત સાવધાની રાખવાની જરૂર છે.
નેપાળમાં આ અભિયાન સ્વયંભૂ રીતે શરુ થયું કે અસ્થિરતાનો લાભ લેવા વાળી શક્તિઓએ સુનિયોજિત રીતે અભિયાન ચલાવ્યું હતું? એ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બાંગ્લાદેશમાં જે બન્યું અને હવે નેપાળમાં જે બની રહ્યું છે તે માત્ર એક સંયોગ છે, એવું માનવું મૂર્ખામીભર્યું ગણી શકાય.
આપણ વાંચો: નેપાળમાં હિંસા, લૂંટફાટ અને તોડફોડ બેકાબૂ; સેનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદ્યો
લોકોને હથિયાર બનાવવામાં આવી રહ્યા છે?
તમણે કાવતરાની શંકા વ્યક્ત કરતા કહ્યું કે જુલાઈ 2024 માં બાંગ્લાદેશમાં બળવાને કારણે શેખ હસીનાને સત્તા છોડવી પડી, અને હાલમાં નેપાળમાં જે થઈ રહ્યું છે, તેને કારણે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું, ભૂતપૂર્વ વડા પ્રધાનની પત્નીનું મૃત્યુ નીપજ્યું, આ કોઈ સંયોગ માત્ર નથી. કરીને બેરોજગારી અને આવકની અસમાનતાથી પીડાતા લોકોનો સત્તા પરિવર્તન માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમને હથિયાર બનાવવામાં આવી રહ્યા છે.
દક્ષિણ એશિયા નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે:
મનીષ તિવારીએ મધ્ય પૂર્વ અને દક્ષીણ એશિયા ક્ષેત્રોમાંમાં છેલ્લા ઘણા વર્ષોથી બદલાઈ રહેલી રાજકીય પરિસ્થિતિ પર પ્રકાશ પડતા કહ્યું, વર્ષ 2011માં આરબ દેશોમાં આવું જ બન્યું છે, જ્યારે ઇજિપ્ત, ટ્યુનિશિયા સહિત મધ્ય પૂર્વમાં લોકોના દબાણ હેઠળ સત્તા પરિવર્તન થતા જોયું છે. તેથી, હાલની પરિસ્થિતિ જોતા દક્ષિણ એશિયા ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.