ઇન્ટરનેશનલનેશનલ

દુબઈમાં નજરકેદ મહાદેવ એપ કૌભાંડનો આરોપી ‘ગુમ’! પ્રત્યાર્પણની કાર્યવાહી અટકી, ED ને મોટો ઝટકો

દુબઈ: ભારતમાં રૂ.6,000 કરોડનો મહાદેવ બેટીંગ એપ કૌભાંડ આચરીને આરોપીઓ દુબઈ ભાગી ગયા હતાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની વિનંતી પર ઇન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસના આધારે ડિસેમ્બર 2023 માં બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની ધરપકડ કરવામાં આવી હતી, એવી અપેક્ષા હતી તેનું ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવે, પરંતુ એવામાં અહેવાલ છે કે રવિ ઉપ્પલ ગુમ થઇ ગયો છે.

અહેવાલ મુજબ દુબઈમાં ધરપકડના 45 દિવસ પછી રવિ ઉપ્પલની છોડી મુકવામાં આવ્યો હતો, પરંતુ તેના પર પ્રત્યાર્પણની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી તેને નજર કેદ રાખવામાં આવ્યો હતો. હવે એવા અહેવાલ મળ્યા રવિ ઉપ્પલને ભારતીય અધિકારીઓની કસ્ટડીમાં નથી, પરંતુ તે ગુમ થઇ ગયો છે અને તેના પ્રત્યાર્પણને ‘સ્થગિત’ રાખવામાં આવ્યું છે.

આપણ વાચો: મહાદેવ બેટિંગના ઓનલાઈન સટ્ટા નેટવર્કની ઝડપી તપાસ માટે સીટની રચના

ઉપ્પલ UAE છોડીને નાસી ગયો:

એક મીડિયા અહેવાલમાં સુત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે ભારતના અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે ઉપ્પલ યુનાઇટેડ આરબ અમીરાત છોડીને કોઈ અજ્ઞાત સ્થળે ચાલ્યો ગયો છે. તેના પ્રત્યાર્પણ પ્રક્રિયાને સ્થગિત કરવામાં આવી છે.

પ્રત્યાર્પણની અરજી નકારવામાં આવી:

અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું કે ઉપ્પલને ભારત પરત લાવવાની વિનંતી UAE એ નકારી કાઢી હતી કેમ કે અમુક દસ્તાવેજો સમયસર આપવામાં આવ્યા ન હતાં. જોકે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જણાવ્યું હતું કે તમામ જરૂરી દસ્તાવેજો સમયસર પુરા પાડવામાં આવ્યા હતા.

આપણ વાચો: મહાદેવ સટ્ટાબાજી એપ: પ્રમોટરોએ CM બઘેલને 508 કરોડ આપ્યા, EDનો દાવો, કોંગ્રેસનો પલટવાર

એક આરોપી દુબઈમાં

હવે ઉપ્પલ ગાયબ થઇ હતાં EDને મોટો ફટકો પડ્યો છે. જો કે ઉપ્પલનો સાથી સૌરભ ચંદ્રાકર દુબઈના અધિકારીઓની કસ્ટડીમાં છે, ED તેની તપાસ કરી રહી છે.

ડિસેમ્બર 2024 માં ચંદ્રકરની ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદથી તે નજરકેદ હેઠળ છે. ભારતે તેના પ્રત્યાર્પણ માટેની અરજી કરી છે, પરંતુ આ દિશામાં નક્કર કાર્યવાહી નથી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button