ઇન્ટરનેશનલ

ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 6.4 તીવ્રતા

તિમોર (ઈન્ડોનેશિયા)ઃ ઈન્ડોનેશિયાના તિમોરમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સપાટીથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.

ભૂકંપની તીવ્રતા 6થી વધુ હોય ત્યારે સામાન્યપણે ભારે ખુવારીનો ભય હોય છે , પણ સદનસીબે હજી સુધી તિમોરમાંથી જાનમાલને નુક્સાન કે ખુવારીના કોઇ સમાચાર આવ્યા નથી.

ભૂકંપના કેન્દ્રની નજીકના વિસ્તારોમાં મધ્યમ ધ્રુજારી અનુભવાઈ હતી, જ્યારે તિમોર પ્રદેશ અને તિમોર-લેસ્તેમાં અન્યત્ર હળવા આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…