કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક: ભારતીય મૂળના ઉદ્યોગપતિની હત્યા, પંજાબી ગાયકના ઘરે ફાયરિંગ કર્યું…

ઓટાવા: ભારતની કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિદેશમાં આતંક ફેલાવી રહ્યી છે, તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ એક સનસનાટી ભર્યો દાવો કર્યો છે. ગેંગે કેનેડામાં એબોટ્સફોર્ડ ભારતીય મૂળના સ્થિત ઉદ્યોગપતિની હત્યા અને એક પંજાબી ગાયકના ઘરે ગોળીબારની ઘટનાની જવાબદારી સ્વીકારી છે.
અહેવાલ મુજબ ગત સોમવારે સવારે કનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડમાં 68 વર્ષીય ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની તેમના નિવાસસ્થાનની બહાર પાર્ક કરેલી કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.
હત્યા કેમ કરવામાં આવી?
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોને જણાવ્યું કે તેમની ગેંગે ભારતીય મૂળના 68 વર્ષીય ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસી હત્યા કરી હતી. તેણે એવો દાવો કર્યો કે સહસી ડ્રગની દાણચોરી સાથે જોડાયેલા હતાં, ગેંગે તેની પસેથી ખંડણી માંગી હતી. ખંડણીના પૈસા ન મળતાં, ગેંગે ઉદ્યોગપતિની હત્યા કરી દીધી.
કોણ હતાં ઉધ્યોગ પતિ:
દર્શન સિંહ સહસી ટેક્સટાઇલ રિસાયક્લિંગ કંપની કેનમ ઇન્ટરનેશનલના વડા હતાં. તેઓ 1991માં ભારતથી કેનેડા ગયા હતાં અને શરૂઆતમાં છૂટક નોકરીઓ કરી. બાદમાં તેઓ ટેક્સટાઇલ રિસાયક્લિંગ બિઝનેસ સાથે જોડાયા અને ધીમે ધીમે એક વૈશ્વિક કંપની ઉભી કરી.
તેઓ સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા હતાં, તેમની હત્યાથી કેનેડામાં રહેતા વ્યાપક પંજાબી સમુદાયમાં શોક અને આક્રોશ માહોલ છે. સમુદાયે પોલીસને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
પંજાબી ગાયકના ઘરે ફાયરિંગ:
ગોલ્ડી ઢિલ્લોને સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો કે પંજાબી ગાયક ચન્ની નટ્ટનના ઘરની બહાર પણ તેમની ગેંગે જ ફાયરીંગ કર્યું હતું. અન્ય પંજાબી ગાયક સરદાર ખેરા સાથે નટ્ટનના સારા સંબંધો હોવાથી આ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ગેંગને નટ્ટન સાથે કોઈ વ્યક્તિગત વેરઝેર નથી, પરંતુ આ ફાયરીંગ એક ચેતવણી હતી કે ખેરા સાથે કામ કરનાર કોઈપણ ગાયક સાથે જે કઈ પણ થશે એ માટે પોતે જવાબદાર રહેશે.
700 થી વધુ શૂટર્સ:
તાજેતરમાં રાજસ્થાન પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત જગદીપ સિંહ ઉર્ફે જગ્ગાની ધરપકડ કરી હતી. કેનેડાએ આ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, ગેંગના દુનિયાભરમાં 700 થી વધુ શૂટર્સ છે.



