ઇન્ટરનેશનલ

આ કારણે આરોપીએ અમેરિકામાં ગુજરાત મૂળના પિતા-પુત્રીની હત્યા કરી…

એકોમેક: અમેરિકાના વર્જિનિયાની એકોમેક કાઉન્ટીમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની બહાર ગુજરાતી મૂળના પિતા-પુત્રીની હત્યાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આ હત્યા પાછળના કારણનો પણ ખુલાસો થયો છે, એક દારૂડિયાએ પિતા-પુત્રીઓનો જીવ લીધો હતો. પીડિત પરિવારે જણાવ્યું કે એક આફ્રિકન-અમેરિકન શખ્સને દારૂ જોઈતો હતો અને દુકાન બંધ થઇ ગઈ હતી. દારૂ માટે તેને આખી રાત દુકાન ખુલવાની રાહ જોવી પડી, જેના કારણે તે ગુસ્સે ભરાયેલા આરોપીએ ગોળીબાર કર્યો..

આ પણ વાંચો..અમેરિકામાં ગુજરાતીની હત્યા; મૂળ મહેસાણાનાં પિતા-પુત્રી પર કરાયું ફાયરીંગ…

21 માર્ચના રોજ સવારે 5.30 વાગ્યે પ્રદીપભાઈ પટેલ (56) તેમની પુત્રી ઉર્મિ સાથે ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલી રહ્યા હતા ત્યારે આરોપીએ બંનેને ગોળી મારી દીધી. પ્રદીપભાઈ પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે ઊર્મિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. પ્રદીપના પરિવારે જણાવ્યું કે આરોપીની ઓળખ જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન તરીકે થઈ છે, જે આખી રાત દારૂ ખરીદવા માટે તેમના ડિપાર્ટમેન્ટલ સ્ટોરની બાહર ફરતો રહ્યો હતો.

પ્રદીપ અને ઉર્મિ ડિપાર્ટમેન્ટલ સ્ટોર પહોંચ્યા ત્યારે આરોપીએ તેમને પૂછ્યું કે દુકાન કેમ બંધ છે? આરોપીએ કહ્યું કે દારૂ માટે તેણે આખી રાત રાહ જોવા પડી. ત્યાર બાદ આરોપીએ બંને પર ગોળીબાર કર્યો. પ્રદીપને બે ગોળી વાગી હતી, જ્યારે ઉર્મીને એક ગોળી વાગી હતી.

ઘટનાના બે કલાકમાં જ પોલીસે આરોપી જ્યોર્જ ની ધરપકડ કરી લીધી હતી. જ્યોર્જ પર હત્યા, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર બંદૂક રાખવા અને ઘાતક હથિયારનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો..Russia એ યુક્રેનના ઝાપોરિઝિયા શહેર પર ઘાતક ડ્રોન હુમલો કર્યો, 3 લોકોના મોત…

છ વર્ષ પહેલાં, પ્રદીપભાઈ અને તેમના પત્ની હંસાબેન તેમની સૌથી નાની પુત્રી ઉર્મિ સાથે વિઝિટર વિઝા પર અમેરિકા ગયા હતા, તેમણે વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલ્યો હતો. પ્રદિપભાઈ પટેલની એક પુત્રી કેનેડામાં રહે છે, જ્યારે બીજી પુત્રી પરિણીત છે અને અમદાવાદમાં રહે છે. ઘટના પછી, અમદવાદમાં રહેતી દીકરી અને જમાઈ અમદાવાદથી અમેરિકા પહોંચ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button